Friday, January 31News That Matters

The Kashmir Files બાદ લવ જેહાદ પર આધારિત THE CONVERSION #SAVEDAUGHTOR ફિલ્મના 56 શૉ થયા બુક!

The Kashmir Files બાદ આવી જ સાચી ઘટનાઓને આવરી લેતી વધુ એક ફિલ્મ 6 મેં ના રોજ થિએટરમાં રજૂ થઈ છે. આ ફિલ્મનું નામ છે. ધ કન્વર્જન (THE CONVERSION) #SAVEDAUGHTOR (બેટી બચાવો) જે હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે આણંદમાં  ઉત્તિષ્ઠ ભારત – A GLOBLE LEADER તથા સનાતન સારથી ગ્રુપ દ્વારા હિન્દુસ્તાનના સીનેજગત બોલીવુડમાં ઇતિહાસ રચવામાં આવ્યો છે, આ ગ્રુપ દ્વારા વિવિધ સંગઠનોને સાથે જોડી પ્રથમ બે સપ્તાહ સુધી તમામ 56 શૉ બુક કરી કુલ 15000 બહેનો-દીકરીઓ-માતાઓ ને આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે.
સંસ્થાનું કહેવું છે કે, આપણા ભારતની સંસ્કૃતિ અને જનમાનસને સૌથી વધુ પ્રભાવિત કરતુ માધ્યમ એટલે ફિલ્મ અને સીરીયલ (ટૂંકમાં બોલીવુડ), જેમાં નેપોટીઝમ, સેક્યુલારિઝમની અવગણના કરીને એક રાષ્ટ્રચિંતક વર્ગ દ્વારા અનેક અડચણો, ટકરાવ અને પડકારો ઉપર વિજય મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે.
ત્યારે ઘણાં વિષયોમાં જુવાળ સ્વરૂપે પરિવર્તનના સંકેતો પણ મળી રહ્યા છે,  જેની પહેલ સ્વરૂપે “ધ કાશ્મીર ફાઈલ્સ” અને દેવી દેવતાઓ તથા યોદ્ધાઓ આધારિત ઘણી સીરીયલો લોકચાહના સાથે સફળતા પૂર્વક પ્રસારિત થઈ રહી છે.
આ પરિવર્તનમાં વધુ એક ઉમેરો કરવા અને  સમસ્ત હિંદુ સમાજમાં, ખાસ કરીને હિંદુ બહેનો દીકરીઓમાં જાગૃતિ લાવવાના ઉદેશયથી શિકાગો સ્થિત પ્રોડ્યુસરો દ્વારા લવ જેહાદના વિષય પર નિર્મિત હિન્દી ફિલ્મ ધ કન્વર્જન (THE CONVERSION) #SAVEDAUGHTOR (બેટી બચાવો) ફિલ્મ બનાવવામાં આવી છે,
જેના મૂળ વિષય વસ્તુને જાગૃત કરવા આણંદ શહેરમાં ઉત્તિષ્ઠ ભારત – A GLOBLE LEADER તથા સનાતન સારથી ગ્રુપ દ્વારા ફિલ્મનો ભવ્યાતી ભવ્ય પ્રીમિયર શો પણ યોજ્યો હતો, જેમાં દર્શક તરીકે સંતો, વેપારીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વકીલો, ડોકટરો, રાજકીય આગેવાનો, સખી મંડળો, ભજન મંડળો, પોલીસ બહેનો, સ્કુલ કોલેજની બહેનો દીકરીઓ એ આ શો નિહાળ્યો, જેમાં ફિલ્મના પ્રોડ્યુસર-ડાયરેક્ટર–હીરો–હીરોઈનનો પણ ઉપસ્થિત રહ્યા હતા,
આ ફિલ્મ તા. 6 મે ના રોજ ભારતના તમામ સિનેમાઘરોમાં પ્રસારિત થઈ છે, ત્યારે ઉત્તિષ્ઠ ભારત – A GLOBLE LEADER તથા સનાતન સારથી ગ્રુપ દ્વારા હિન્દુસ્તાન સીનેજગત બોલીવુડમાં ઇતિહાસ રચવામાં આવ્યો છે, આ ગ્રુપ દ્વારા વિવિધ સંગઠનોને સાથે જોડી પ્રથમ બે સપ્તાહ સુધી તમામ 56 શૉ બુક કરી કુલ 15000 બહેનો-દીકરીઓ-માતાઓ ને આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે, આશા રાખીએ કે આણંદની સંસ્થાએ કરેલી પહેલને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં, શહેરોમાં પણ વિવિધ સંગઠનો આગળ વધારે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *