Friday, October 18News That Matters

કપરાડાના ડુંગરની ટોચે ટેલિસ્કોપથી અંતરિક્ષ પ્રેમીઓએ ગ્રહોનું અલ્ટ્રા ક્લોઝ કંજકશન નિહાળ્યું!

પહેલી મેં ના રોજ સવારના ચાર વાગ્યાની આસપાસ આકાશમાં સર્જાયેલ અનોખા યોગ સંજોગ એવા અલ્ટ્રા ક્લોઝ કંજકશનનો અદભુત નજારો જોવા મળ્યો હતો. કપરાડા તાલુકાના કોઠાર ગામની હેદઅની ડોકી ડુંગરી ઉપર કોઠાર ગામના યુવાનો અને અન્ય બીજા ગામના યુવાનોએ એકઠા થઇ એક લાઈનમાં અને નરી આંખે જોઈ શકાય એવા ગ્રહોનો અદભુત નજારો જોઈ રોમાંચનો અનુભવ કર્યો હતો.
આકાશમાં બનતી વિરલ ઘટનાઓ પૈકી એક ઘટના હાલ ખગોળ રસિકો માટે કુતુહલ ઉભું કરી રહી છે. ત્યારે આવી ભૌગોલિક ઘટનાને જોવા રસિક યુવાનોએ શુક્રવારની રાત્રીએ હેદઅની ડોકી ડુંગરી ઉપર રાત્રી રોકાણ કર્યું હતું. અને આકાશ દર્શનનો લાભ લીધો હતો. રાત્રી રોકાણ બાદ સવારે એક લાઈનમાં જોવા મળતા ગ્રહોનું રોચક દ્રશ્ય જોયું હતું. આવી ખગોળીય ઘટના જોવા માટે તેઓ ખૂબ ઉત્સાહીત હતા કેમ કે શુક્ર, શનિ, મંગળ, ગુરુ અને નેપચ્યુન ગ્રહો હાલ એક જ રેખામાં ભ્રમણ કરી રહ્યા છે.
આ યોગ ઇસ.1047માં આ રીતે ચાર ગ્રહો એક સીધી રેખામાં આવ્યા હતા. હવે 1075 વર્ષ પછી આવો યોગ સર્જાશે. અલ્ટ્રા ક્લોઝ કંજકશન તરીકે ઓળખાતા આ નજારો પહેલી મેં ના રોજ સવારના ચાર વાગ્યાની આસપાસ વધુ રોચક જોવા મળ્યો હતો. હજી આ ગ્રહો વધુ થોડા દિવસ સુધી જોવા મળશે. આ ખગોળીય ઘટનાને નિહાળવા કપરાડા તાલુકાના યુવાનો બાબુ ચૌધરી, ગણેશ ગાવીત, કેયુર ગાવીત, મેહુલ કુરકુટિયા, વિશાલ મહલા અને બુધક ચૌધરી તેમજ અન્ય યુવાનોએ ખાસ આયોજન કરી ત્રણ દિવસ સુધી કપરાડા ના ડુંગર પર રાત્રી રોકાણ કરી ટેલિસ્કોપ ના માધ્યમથી અદભુત નજારો નિહાળી રોમાંચનો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *