Sunday, December 22News That Matters

વલસાડમાં ખનીજ વહન કરતા વાહનોનું ચેકીંગ હાથ ધરી 5.51 લાખનો દંડ વસુલ્યો, એક ક્વોરી સામે પણ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લામાં કલેકટરના માર્ગદર્શન હેઠળ 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી સમગ્ર વલસાડ જિલ્લાના ખનીજ ઉત્પાદન અને વહન કરતાં વિસ્તારોમાં તથા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ની વહેલી સવારે પાંચ વાગ્યાથી આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી. જેમાં વિવિધ કાયદાઓની જોગવાઇઓના ભંગ બદલ 5.51 લાખ રૂપિયાનો દંડ સ્થળ પરથી જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ એક ક્વોરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે ધરમપુર તાલુકાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અખબારી યાદી બહાર પાડી વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લાના 3 પ્રાંત અધિકારીઓ, આઠ મામલતદાર સહિત જિલ્લાઆની તમામ મહેસુલી કચેરીઓના 60થી વધુ અધિકારીઓ, કર્મચારીઓની 8 ટીમની રચના કરી શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યાથી જિલ્લાના અલગ અલગ સ્થળો પર તેમજ નેશનલ હાઇવે નંબર 48 પર ચાંપતી નજર સાથે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ કલાકના ટૂંકા સમયગાળામાં જ 47 ગેરકાયદેસર ખનીજ વહન કરતાં ભારે વાહનોને જિલ્લાના અલગ અલગ સ્થળો પરથી અટકાવી ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી RTO અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરી (ખાન ખનીજ વિભાગ)ને નિયમોનુસાર કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા વાહનોની વિવિધ કાયદાઓની જોગવાઇઓના ભંગ બદલ 5.51 લાખ દંડ સ્થળ પરથી જ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ ભૂસ્તરશાસ્ત્રની કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી કરી નિયમોનુસાર દંડ વસૂલવામાં આવશે.
વધુમાં મહેસૂલી અધિકારીઓની એ જ ટીમ દ્વારા કપરાડા તાલુકાના ભંડાર કચ્છ ગામે ચાલતી એક સ્ટોન ક્વોરીની સ્થળ તપાસ કરવાની તજવીજ હાથ ધરી પૂછપરછ કરતાં આ સ્ટોન ક્વોરી જયેશ ઠાકોર નામના વ્યક્તિની હોવાનું અને તેના દ્વારા સંચાલન કરવામાં આવતી હોવાની વિગતો મળી હતી. જે માહિતી આધારે તપાસમાં આ સ્થળે ખુબજ મોટો કૃત્રિમ ખાડો (ખીણ) જણાઈ આવતા ભૂસ્તર શાખા તથા District Inspector Land Record (DILR) ને સાથે રાખી આ સ્ટોન કવોરીમાં સંગ્રહ કરેલ ખનીજ જેવી કે રબલ, કપચી, ગ્રીટ વગેરેના જથ્થાનું વિગતવાર આંકલન કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં આ સ્થળેથી 5 ટ્રક, એક જેસીબી, 2 હિટાચી તથા એક કમ્પ્રેસર ટ્રેકટર મળી આવ્યા હતા. સ્થળ પર ખનિજ ઉત્પાદનમાં ઉપયોગ થતી ક્રશર પ્લાન્ટ જેવી સાધન સામગ્રી સહિત તમામ જથ્થો સિઝ કરવા ભૂસ્તર શાખાને સૂચના આપવામાં આવી છે. ભૂસ્તર શાખા દ્વારા આ પ્રકરણમાં નિયમ અનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તપાસ દરમ્યાન ડી.આઈ.એલ.આર. વલસાડ ની કચેરી દ્વારા તત્કાલ માપણી કરતા કેટલાક મહેસુલી કાયદાઓનો ભંગ જણાતા લાગુ પડતી મહેસુલ કચેરી દ્વારા આ બાબતે રેકોર્ડ આધારિત ચકાસણી કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *