Friday, October 18News That Matters

ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે જમીયત ઉલમાએ હિન્દ વાપી ટ્રસ્ટ દ્વારા 400 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું

 

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં દાનનો મહિમા છે. એ જ રીતે અન્ય ધર્મમાં વર્ષ દરમ્યાન એક મહિનો દાન નો મહિનો ગણવામાં આવે છે. હાલ મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રમઝાનના માસ બાદ મનાવાતા ઇદ ઉલ ફિત્ર માં દરેક મુસ્લિમ પરિવાર ઉત્સાહભેર ઇદની નમાઝ પઢી ઉજવણી કરી શકે તેવા ઉદેશયથી વાપીના અફસાના માર્કેટ નજીક આવેલ મસ્જીદ એ ઉંમર ખાતે જમીયત ઉલમાં એ હિન્દ ટ્રસ્ટ વાપી દ્વારા 400 જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું હતું.

 

 

હાલમાં મુસ્લિમોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે. આ મહિનામાં ગરીબો, અનાથ, વિધવા મહિલાઓને જરૂરી મદદ કરવાનું ફરમાન છે. ત્યારે, વાપીના અફસાના માર્કેટ નજીક આવેલ મસ્જીદ એ ઉંમર ખાતે જમીયત ઉલમાં એ હિન્દ ટ્રસ્ટ વાપી દ્વારા 400 જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારોને રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ અંગે ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના કાળ માં ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ માં જરૂરિયાતમંદ પરિવારોનું લિસ્ટ બનાવી રાશન કિટનું વિતરણ કર્યું હતું. જે ઉદેશ્યને આ વર્ષે પણ જાળવી રાખી 400 કીટ નું વિતરણ કરવામાં આવ્યું છે.

 

 

ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલ 400 કિટમાંથી વિધવા બહેનો માટે 150 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં એક મહિનાનું રાશન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત બાકીની કીટ ગરીબ પરિવાર તેમજ અનાથ લોકો માટે તૈયાર કરવામાં આવી છે. ગરીબ પરિવારો માટે તૈયાર કરેલી કીટ સાથે રોકડ રકમ પણ આપવામાં આવી હતી. જેથી ઇદ ના દિવસે દરેક પરિવાર તેમની જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ ખરીદી કરી ઉત્સાહભેર ઇદ ઉલ ફિત્ર ની ઉજવણી કરી શકે.

 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા કરેલા આયોજનમાં ફિત્ર ની રકમ ઉઘરાવ્યાં પહેલા જ ટ્રસ્ટ દ્વારા સમાજના આગેવાનોની સલાહ મુજબ ખર્ચ કરવામાં આવ્યો છે. મોટે ભાગે ઇદ ની નમાઝ પઢી ઉપસ્થિત બિરાદરો પાસેથી ફિત્ર ની રકમ એકઠી કર્યા બાદ તે રકમ ગરીબ પરિવારોને તેમજ અનાથ લોકોને આપવામાં આવે છે. જો કે ત્યાં સુધીમાં રમઝાન માસ પૂરો થઈ ગયો હોય છે. એટલે રમઝાન પર્વ બાદ ઇદ ઉલ ફિત્ર નમાઝ પઢી દરેક મુસ્લિમ પરિવાર સારી રીતે તેની ઉજવણી કરી શકે તે ઉદેશયને ધ્યાને રાખી રમઝાન માસમાં જ ઇદ પહેલા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ સહિતીની સામગ્રી આપી ટ્રસ્ટના સભ્યોએ સ્વાબ નું કાર્ય કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *