Friday, October 18News That Matters

Part -3- કનુભાઈએ ચોખવટ કરી નહિ અને કલાબેને મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો એટલે રાતોરાત કેન્દ્રમાંથી ગુજરાત સરકારના મંત્રીઓને તેંડુ આવ્યું?

પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ મામલે વલસાડ-ડાંગ-નવસારીના આદિવાસીઓ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. જો કે આ વિરોધનો સુર માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ સમાચારના માધ્યમોમાં જળકી રહ્યો હતો. પરંતુ 2 દિવસ પહેલા અચાનક આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેનાના સાંસદ કલાબેન ડેલકરે લોકસભા માં ઉઠાવ્યો હતો. અને તે બાદ આ મુદ્દો ગરમાતા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આદેશ આપી દિલ્હીનું તેંડુ મોકલ્યું છે.
દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર એ રીતે જોઈએ તો રિવરલીન્ક પ્રોજેકટ વિરોધ ના પડદા પાછળના ખેલાડીની ભૂમિકામાંથી સીધા ફ્રન્ટફૂટ પર આવી ગયા છે. આ મુદ્દો છેલ્લા 2 મહિનાથી આદિવાસી સંગઠનો ઉઠાવતા હતા અને તેનો વિરોધ કરતા હતાં. જે બાદ અનંત પટેલ એન્ડ ટીમે આ મુદ્દો હાઇજેક કરી ગાંધીનગર સુધી પહોંચાડ્યો જેને કલાબેન ડેલકરે સંસદ સુધી પહોંચાડી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. 
 
આદિવાસી સમાજ જે વિરોધ કરી રહ્યા છે. તે ડેમ નો વિરોધ વર્ષોજુનો છે. તેમ છતાં એ બાબત તરફ દર વખતે ચૂંટણી આવી એટલે મુદ્દો આવ્યો અને વિરોધ ઉઠ્યો એવો પ્રપોગેંડા ઉપાડી ચૂંટણી પત્યા બાદ વિરોધ ને ડામી દેવામાં આવતો હતો. આ વખતે પણ ચૂંટણી નજીક છે એને એટલે જ આ મુદ્દો ગરમાયો છે. જેમાં કોઈ ડેમ બનવાનો નથી અને સરકાર આદિવાસીઓનું અહિત કરીને કોઈ ડેમ બનાવવાના નથી. તેવો રાગ ભાજપ સરકારના મંત્રીઓએ આલાપવાનો શરૂ કરી દીધો છે. જેમાં તેઓ સફળ થશે કે કેમ તે તો આગામી સમય બતાવશે. પરંતુ હાલ તો સંઘપ્રદેશ ના મહિલા સાંસદે ગુજરાત સરકારના મંત્રીઓના પગ નીચે રેલો જરૂર લાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *