Friday, October 18News That Matters

વાપીના મોરાઈ ગામે “વિરાંજલી” એક શામ શહીદો કે નામ કાર્યક્રમમાં જુના જનસંઘી મનુભાઈ દેસાઈના પરિવારનું સન્માન કરાયું

વાપી નજીક મોરાઈ ગામે વાપી ભાજપ યુવા મોરચા દ્વારા “વિરાંજલી” એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી સહિત જિલ્લા ભાજપના આગેેેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદી માં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તે ઉદેશય આ કાર્યક્રમનો હતો.
વાપી નજીક મોરાઈ ગામે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા શહિદ સપ્તાહની ઉજવણી અંતર્ગત “વિરાંજલી” એક શામ શહીદો ને નામ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.  દેશમાં આઝાદીના 75માં અમૃતવર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત 23મી માર્ચથી શહિદ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, આઝાદી માં યોગદાન આપનાર વીર સપૂતોને યાદ કરી શકાય તેવા ઉદેશયથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થાનિક ભજન મંડળી અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયા હતા.
 

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા સહિત ના જિલ્લા ભાજપના મોવડીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં આઝાદીની ચળવળમાં ભાગ લેનારા અને જૂના જનસંઘી એવા મોરાઈ ગામના મનુભાઈ દેસાઈને યાદ કરી તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપની સરકારે જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવાય, યુવાનો દેશના વીર સપૂતોને જાણી શકે દેશની અઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનાર શહીદો પ્રત્યે માન કેળવે તેવા ઉદ્દેશ્યથી આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરે છે. આઝાદીની ચળવળમાં વલસાડ જિલ્લાના અનેક સપૂતોએ પોતાનું યોગદાન આપ્યું છે. તેમને યાદ કરવાનો આ આવસર છે. શહીદોનું મૂલ્ય ક્યારેય ઘટ્યું નથી. તેમના અમૂલ્ય યોગદાનને આ પ્રકારના કાર્યક્રમો કરી યાદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે 23મી માર્ચથી ભાજપ દ્વારા દેશભરમાં શહીદ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વાપી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી તાલુકા ઉપરાંત સમગ્ર વલસાડ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આસપાસના ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી દેશની આઝાદી માં અમૂલ્ય યોગદાન આપનાર વીર સપૂતોને નમન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *