Sunday, December 22News That Matters

ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન

8 મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સંઘપ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં મહિલાઓ માટે થઇ રહેલા સ્ત્રી સશક્તિકરણની સરાહના કરી મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી.
8 મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન પટેલ સહિત દમણ નું નામ રોશન કરનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મહિલા દિવસ નિમિતે મહિલાઓનું સન્માન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે સેવા આપતા આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહ સહિત શિક્ષણમાં અને ખેલકુદમાં દમણ નું નામ રોશન કરનાર મહિલાઓ – દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. તો એ ઉપરાંત નવજાત શિશુઓને પોષણક્ષમ આહારની કીટ આપવામાં આવી હતી. હેન્ડીકેપ લાભાર્થીને હેન્ડી સ્ટીક , શ્રવણહીન લાભાર્થીઓને શ્રવણ કીટ આપવામાં આવી હતી.
તો, દમણની અને દાદરા નગર હવેલીમાં વિવિધ રાજકીય હોદ્દા પર બિરાજમાન મહિલાઓ દ્વારા આનંદીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન માટે ખાસ ઉપસ્થિત આનંદી બેન પટેલે મહિલાઓના ઉત્થાન માટે સરકાર દ્વારા થઈ રહેલી પહેલને વખાણી હતી. એ સાથે બાલ લગ્ન નાબુદી માટે, શિક્ષણ, રોજગાર જેવી બાબતો પર મહિલાઓને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. તેમજ મહિલાઓ માં જોવા મળતા સર્વાઈકલ કેન્સર વિરોધી રસી દરેક માતાપિતા તેમની દીકરીઓને અપાવે, આ માટે જેમ કોરોના રસીની જાગૃતિ લાવી આપવામાં આવે છે તેમ આ રસી ના ડોઝ માટે પણ સરકાર, સમાજ, સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો આગળ આવે તેવી અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે દમણમાં અયોજીત વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ સહિતના રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, શાળાની વિદ્યાર્થીનીઓ, ભાજપ મહિલા મોરચાની મહિલાઓ ગુલાબી પોશાકમાં સજ્જ થઈ ખાસ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *