Thursday, October 17News That Matters

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- દિનેશ પટેલ-કોંગ્રેસ

વાપી પાલિકામાં વોડ નંબર 5માં નગરસેવકે ખોલેલા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવેલા કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રદેશ પ્રમુખ દિનેશ પટેલે હાલમાં જ વલસાડમાં વકતૃત્વ સ્પર્ધામાં ગોડસે પર વકતૃત્વ આપનાર વિદ્યાર્થીને પ્રથમ નંબર આપી વિવાદ ઉભો કર્યા બાદ એક અધિકારીને સસ્પેન્ડ કર્યા હોવાની ઘટનાને વખોડી હતી. દિનેશ પટેલે ભાજપ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે ભાજપ જ આવી સ્પર્ધાઓ માં ગાંધીજીના હત્યારાનો વિષય આપ હવે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલી રહ્યું છે.
ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય બાદ સર્જાયેલા વિવાદ મુદ્દે ભાજપને ઘેરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વકૃત્વ સ્પર્ધામાં મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય મારો આદર્શ નાથુરામ ગોડસે હતો,  
તેમ છતાં આગળના બે વિષયો છોડીને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વિષયને જ પ્રથમ ઇનામ આપ્યું છે, તે ભાજપની વિચારધારાને આગળ લઈ જવાની મન્શાના દર્શન કરાવે છે, હાલમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકાર પોતાના અધિકારીઓ મારફતે આવા ગતકડાં કરવાનું ચાલુ કરી દીધુ છે,
કુસુમ વિદ્યાલયમાં બનેલ ઘટના અંગે કોંગ્રેસે કઠોર પ્રત્યાઘાત આપતા અંતે સફાળી જાગેલી સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી, જો કે આ પણ એક ખેલ છે. હકીકતમાં આવી સ્પર્ધાઓમાં આ પ્રકારના ગાંધીજીના હત્યારના વિષયો પણ ખુદ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જ આપે છે. અને વિવાદ થાય ત્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલે છે. તેવા આક્ષેપ કોંગ્રેસી નેતા દિનેશ પટેલે કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *