વાપી નગરપાલિકામાં ભાજપે સત્તાની કમાન સંભાળ્યા બાદ ગત મહિને પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી કરી હતી. જે બાદ 17મી જાન્યુઆરી 2022ના 11:30 વાગ્યે બીજી સામાન્ય સભાનું આયોજન કરી પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકાના હોલમાં આયોજિત સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ઉપસ્થિત તમામ નગરસેવકોની હાજરીમાં વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી વાપી નગરપાલીકાની વિવિધ સમિતિઓ તેમજ ચેરમેનશ્રીઓની રચના કરી નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.
પાલિકાની સામાન્ય સભામાં કારોબારી સમિતિમાં
ચેરમેન તરીકે મિતેષ નવનીતરાઇ દેસાઈ જ્યારે બોડીમાં સુરેશ મણિલાલ પટેલ, જયેશ અશ્વિન કંસારા, ભારતીબેન ધર્મેન્દ્ર ચૌહાણ, દેવલબેન દિપક દેસાઈ, નિલેશકુમાર ભીખુ રાઠોડ, મનોજ લાલજી પટેલ, મુકુન્દાબેન દિલિપ પટેલ, જ્યોતિબેન દિલીપ પાટીલ, મંગેશ ગુલાબ પટેલ, કૌશિક પ્રહલાદ પટેલ, દિવ્યેશકુમાર રણજીત પટેલ
વોટર વર્કસ કંટ્રોલિંગ સમિતિમાં
ચેરમેન તરીકે કૌશિક પ્રહલાદ પટેલ જ્યારે બોડીમાં મનોજ લાલજી પટેલ, દેવલબેન દિપક દેસાઇ, કુંજલ સુભાષચંદ્ર શાહ, ધર્મેશકુમાર વેસ્તાભાઈ પટેલ
ફાયર એન્ડ લાઇટ સમિતિમાં ચેરમેન તરીકે મનોજ પૂંજા નંદાણિયા જ્યારે બોડીમાં ટીનાબેન ભુપેન્દ્ર હળપતિ, પંકજ રઘુ પટેલ, અપેક્ષાબેન બિમલકુમાર શાહ, તસ્લિમ સુલતાન બાબુલ
ટાઉન પ્લાનીંગ એન્ડ સીટી ઇમ્પૃવમેન્ટ સમિતિમાં ચેરમેન તરીકે પરીક્ષિત નટરવરલાલ પટેલ જ્યારે બોડીમાં જીતુ શામજી કાલાવડીયા, મનોજ પૂંજા નંદાણિયા, મુકુંદાબેન દિલિપ પટેલ, અર્ચનાબેન બંકિંમ દેસાઈ, મિતેષ નવનીતરાઈ દેસાઇ
ડ્રેનેજ સમિતિમાં ચેરપર્સન તરીકે ગંગાબેન ઈશ્વર હળપતિ, અર્ચના બંકિંમ દેસાઈ, નેહલબેન મનિષ નાયક, દિલીપ રામબદન યાદવ, નિલેશ રણછોડ નાયકા,
આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સુરેશભાઈ મણીલાલ પટેલ જ્યારે બોડીમાં જીતુ સામજી કાલાવડીયા, જ્યોતિબેન દિલીપ પાટીલ, પરીક્ષિત નવરલાલ પટેલ, શીલાબેન મુરજી કટારમલ
કાયદા સમિતિમાં ચેરપર્સન તરીકે ભારતીબેન ધર્મેન્દ્ર ચૌહાણ, સેજલબેન ધરમ પટેલ, મંગેશ ગુલાબ પટેલ, નસીમા અબ્દુલ અન્સારી, નેહલબેન મનિષભાઈ નાયકને સર્વ સંમતિથી દરેક સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી.
એ ઉપરાંત એસ્ટાબ્લીસ્ટમેન્ટ સમિતિના ચેરમેન તરીકે સતીશ બાબુ પટેલ બોડીમાં મનીષાબેન અજીત મહેતા, તસ્લીમ સુલતાન બાબુલ, કૌશિક પ્રહલાદ પટેલ અને દિવ્યેશકુમાર રણજિત પટેલ
જાહેર બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે જયેશ અશ્વિન કંસારા જ્યારે બોડીમાં ધર્મેશ વેસ્તા પટેલ, શીલાબેન મુરભાઈ કટારમલ, પંકજ રઘુ પટેલ અને કુંજલ સુભાષચંદ્ર શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
બ્યુટીફિકેશન એન્ડ એન્વાયરમેન્ટ ઇમ્પૃવમેન્ટ
સમિતિમાં ચેરપર્સન તરીકે નયનાબેન કાંતિલાલ પટેલ, ઇન્દુબેન જયંતીલાલ પટેલ, જશોદાબેન રાકેશ પટેલ, નસીમાબેન અબ્દુલ અન્સારી અને મનોજ લાલજી પટેલ
સમાજ કલ્યાણ સમિતિમાં ચેરપર્સન તરીકે ઉમાબેન પ્રવિણ હળપતિ, જશોદાબેન રાકેશ પટેલ, નિલેશ રણછોડ નાયકા, ટીનાબેન ભૂપેન્દ્રભાઈ હળપતિ અને મનીષાબેન અજીત મહેતાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યુ હતુ કે આ તમામ સમિતિઓ સાથે સંકલન સાધી વાપીના વિકાસમાં વધુ ફાળો આપીશું. તેમજ વાપીને અન્ય શહેરો માટેની જે કનેક્ટિવિટીની તાતી જરૂર છે. તે પૂર્ણ કરી પાલિકા વિસ્તારમાં રોડ, લાઈટ, સફાઈ, ગટરના જે કામ પેન્ડિંગ છે તે પૂર્ણ કરીશું. લોકોની સુખાકારી માટે અન્ય વિકાસના કામો કરવા તત્પરતા દાખવીશું.
જો કે સામાન્ય સભામાં પોતાને વધુ એજ્યુકેટેડ અને શિક્ષિત મહિલા સમજતા પ્રમુખ કાશ્મીરા શાહે વધુ પડતા અંગ્રેજી ભાષાના મોહમાં દરેક સમિતિના હોદ્દેદારોના નામમાં છબરડા વાળતા સામાન્ય સભા રમુજી બની હતી. તો, અંગ્રેજી ભાષામાં માહેર પણ ગુજરાતી ભાષા પરના પ્રભુત્વમાં નબળા હોય નામમાં વારંવારના છબરડા બાદ પ્રમુખ પોતે છોભિલા પડ્યા હતાં.