Friday, October 18News That Matters

વાપી રોફેલ MBA કોલેજમાં સમન્વય 2021-22નું આયોજન, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા

વાપીમાં આવેલ રોફેલ MBA કોલેજમાં બુધવારે સમન્વય 2021-22 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય નેશનલ ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર રજૂ કરીને તેમજ અન્ય સ્પર્ધામાં ભાગ લઈ રોફેલ MBA કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવાનું હતું. જેેમાં MBA ફેકલ્ટી ના 40 જેટલા વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર 6 જેટલા પ્રાધ્યાપકોને મેડલ તેમજ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. 
વાપીમાં આવેલ રોફેલ કોલેજમાં ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સમન્વય 2021-22 નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે MBA કોલેજના પ્રોફેસર અને ડાયરેકટર કેદાર શુક્લાએ વિગતો આપી હતી કે, રોફેલ MBA કોલેજમાં એકેડેમિક યર મુજબ 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓએ એકેડેમિક અને બિઝનેસ રિલેટેડ વિવિધ સ્પર્ધામાં કોલેજનું નામ રોશન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને પારિતોષિક અને સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર 6 જેટલા પ્રાધ્યાપકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તમામને કેટેગરી મુજબ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કર્યા હતાં. એ ઉપરાંત 10 જેટલા વિદ્યાર્થીઓને 5000 ની સ્કોલરશીપ આપવામાં આવી હતી. આ તમામ એવા વિદ્યાર્થીઓ હતા કે જેઓએ નેશનલ ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર રજૂ કરી કોલેજનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.
વિદ્યાર્થીઓએ blockchain ટેકનોલોજી અને finance એન્ડ ટેકનોલોજીના સમન્વયથી બનેલ MBA ફિનટેક માં સોશ્યલ, ડિજિટલ મીડિયા માર્કેટિંગ અંગે રિસર્ચ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ GTU માં અવ્વલ નંબરનો રેન્ક મેળવ્યો હતો. જેમને કોલેજના ટ્રસ્ટી અને પ્રાધ્યાપકોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે તેમણે માર્ગદર્શન આપનાર ગુરુઓનું પણ સન્માન કરી ગુરુ-શિષ્યની પરંપરા ને જાળવી હતી.
ઉલ્લેખનીય છે કે રોફેલ MBA માં આયોજિત કાર્યક્રમમાં પૃસ્કાર મેળવનાર વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકોએ તેમના સન્માન બદલ કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્ય, પ્રોફેસરોનો આભાર પ્રગટ કર્યો હતો. અને તેમના માર્ગદર્શનથી જ આ સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *