Friday, October 18News That Matters

108 એમ્બ્યુલન્સે 3 દિવસમાં 329 કેસ હેન્ડલ કર્યા, દિવાળી-નવું વર્ષ-ભાઈબીજે દોડતી રહી 108

વલસાડ જિલ્લાના નાગરિકો દિવાળી-નવું વર્ષના તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતાં. ત્યારે, 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં વ્યસ્ત હતાં. વલસાડ જિલ્લામાં સામાન્ય દિવસો દરમ્યાન 95 જેટલા કેસ 108 એમ્બ્યુલન્સ હેન્ડલ કરે છે. પરંતું, આ વર્ષે 4 નવેમ્બરે દિવાળીના દિવસે 108 કેસ, 5મી નવેમ્બરે 114 કેસ અને 6 નવેમ્બરે 107 કેસ હેન્ડલ કરી 3 દિવસમાં કુલ 329 કેસ હેન્ડલ કર્યા છે.
108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ સુધી પહોંચાડેલા દર્દીઓમાં 98 પ્રેગનન્સીના કેસ હતા, 77 વાહન અકસ્માતના, 39 પેટના દુખાવાના અને 25 તાવના કેસ મુખ્ય હતાં. જેઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી 108 ના કર્મચારીઓએ પરિવાર સાથે તહેવારની ઉજવણીને બદલે ફરજને પ્રાધાન્ય આપી જીવન બચાવવાની ફરજને અગત્યની સમજી હતી.
વલસાડ જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવા જિલ્લાના નાગરિકો માટે અતિ મહત્વની સેવા છે. સેવાના કર્મનિષ્ઠ સ્ટાફ માટે વર્ષના 365 દિવસ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી નવું જીવન આપવાના ઉદેશયમાં વિતે છે. જેમ દેશની સરહદે સેનાના જવાનો રખોપુ કરે છે. અને આપણે શાંતિથી ઉંધી શકીએ છીએ, દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવી શકીએ છીએ તેવી રીતે 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મનિષ્ઠ સ્ટાફના કારણે જ આપણે તહેવારો દરમ્યાન પણ ગંભીર બીમારી કે અકસ્માત સમયે સમયસર હોસ્પિટલ પહોંચી શકીએ છીએ. આવી ફરજ આ વર્ષની દિવાળી-નવું વર્ષ દરમ્યાન વલસાડ જિલ્લાના 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ બજાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *