Friday, October 18News That Matters

દમણ પોલીસે 600થી વધુ સાયબર ક્રાઈમ ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લેનાર ગેંગને દબોચી લીધી

લોકોને SMS-ફોન કરી તેના બેન્ક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડી લેતી ગેંગના 4 ઇસમોને દમણ પોલીસે દબોચી લીધા છે. દમણના 14.16 લાખના સાયબર ક્રાઇમના ગુન્હાની તપાસમાં પકડાયેલ આ ઈસમો પાસેથી દમણ પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે કે, આ અપરાધીઓએ ભારતભરમાં 600થી વધુ સાયબર ક્રાઇમના ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લીધા છે. 
સમગ્ર ઘટના અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ગત 16/07/2021ના એક ફરિયાદીએ દમણ કોસ્ટલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી 14.16 લાખ રૂપિયા કોઈએ ઉપાડી લીધા છે. આ ફરિયાદ આધારે દમણ પોલીસે અજાણ્યા ઈસમો સામે કલમ 420 હેઠળ ફરિયાદ નોંધી અને તે બાદ તેમાં IPC કલમ 419, 201, 120-B, r/w 34 IPC કલમ ઉમેરી તપાસ શરૂ કરાઇ હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદીના ફોન પર એક SMS મોકલી આ નમ્બર પર ફોન કરવા જણાવ્યું હતું. અને ફરિયાદીએ જેવો ફોન કર્યો કે તેના ખાતામાંથી 14.16 લાખની રકમ ઉપાડી લીધી હતી. ફરિયાદી પાસે ફોન નંબર સિવાય આરોપીઓની કોઈ વિગત ના હોય પોલીસ માટે આ કેસ પડકાર જનક બન્યો હતો.
જો કે દમણ જિલ્લા પોલીસવડાએ ગુન્હાની ગંભીરતા જોતા તાત્કાલિક PSI ભરત પરમારની આગેવાનીમાં એક ટીમનું ગઠન કર્યું અને તપાસ ના આદેશ આપ્યા હતા. જે બાદ ટીમે Human Intelligence and Tehnical Analysis આધારે 4 આરોપીઓને ઝડપી પાડયા છે.
પકડાયેલ આરોપીઓમાં 
1, શાહબાજ અન્સારી ફુરકાન અન્સારી, ઉંમર 21 વર્ષ, રહે:- પિંડારી, જિલ્લો ઝામતારા, ઝારખંડ
2, તસ્લિમ અન્સારી રાખેલ મીંયા, 38 વર્ષ, રહે- પિંડારી, જિલ્લો ઝામતારા, ઝારખંડ
3, કાઉસ અન્સારી ગફુર મીંયા, 39 વર્ષ, રહે- પિંડારી, જિલ્લો ઝામતારા, ઝારખંડ
4, હાકિમ અન્સારી હબીબુ રહેમાન અન્સારી, 31 વર્ષ, રહે- પટરગતિયા, દેવધર, ઝારખંડ નામના 4 આરોપીઓ ને પકડી તેમનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા National Cyber Crime Portal પર વિગતો નાખી તો જાણવા મળ્યું હતું કે આ ચારેય અપરાધીઓએ ભારતભરમાં 600થી વધુ સાયબર ક્રાઈમના ગુન્હામાં સંડોવાયેલ છે. તમામ ઝારખંડ રાજ્યમાં અને ઝામતારા જિલ્લામાં વોન્ટેડ હોય રાજ્ય બહાર અન્ય રાજ્યમાંથી આ ગુન્હા આચરતા હતાં. 
દમણ પોલીસે પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી 10 – Mobile Phones, 16 – SIM Cards of different cellular network companies, વોટ્સએપ લોગીન સાથેના 02 Mobile Numbers તેમજ 68,010 રૂપિયાની રોકડ જપ્ત કરી છે. પોલીસે અલગ અલગ બેંકના એકાઉંટ્સમાં રહેલ અંદાજિત 6,34,336 રૂપિયા freeze કર્યા છે. આરોપીઓ પાસેથી 910 debit/credit card ની વિગતો સાથેના ગૂગલ ફોર્મ અલગ અલગ ફોનમાથી મેળવ્યા છે. જેમાં 1. Google Ads, 2. Google form, 3. Paytm, 4. Aeronpay, 5. Freecharge
6. Mobikwik, 7. SBI YONO Internet Banking Application જેવી ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરી આરોપીઓ લોકોના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતા હતા. 
દમણ પોલીસે આ રીઢા આરોપીઓને દબોચી લઈ દેશભરમાં બનેલ અનેક સાયબર ક્રાઇમના ગુન્હાઓને ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે. તેમજ દમણમાં કેટલા ગુન્હા આચર્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *