વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું.
વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત “Your Passport to HMT” ‘3 Pillars of Great Life’ શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ “Your Passport to HMT” ‘3 Pillars of Great Life’ છે. આ પુસ્તક દરેક વ્યક્તિને કામ આવે એવું છે. તેમાં જે સિદ્ધાંતો છે તે ખૂબ જ વ્યવહારિક છે. જેમાં થીયરી ઓછી અને પ્રેક્ટીકલ વધુ છે. જેથી દરેક ઉંમરના લોકો આ પુસ્તકને એકવાર અવશ્ય વાંચે અને જીવનમાં જરૂરી બદલાવ લાવી શકે છે
આ પુસ્તક લખવા પહેલા તેઓ અનેક શાળાઓમાં બાળકોને મોટીવેટ કરવા જતા હતા. જે સમયે વિદ્યાર્થીઓની અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો હંમેશા પ્રયત્ન કરતા હતા. અને તેમાં તેમને એક અનેરો આનંદ પણ મળતો હતો. એટલે તેમને વિચાર આવ્યો કે દરેક સ્થળે તે પહોંચી શકતા નથી. પરંતુ, જો તેણે કોઈ પુસ્તક લખ્યું હોય તો, તે પુસ્તક દરેક બાળકને, શિક્ષકને, વાલીને સરળતા થી ઉપલબ્ધ થઈ શકે અને તે વાંચી દરેક વ્યક્તિ પોતાનામાં જે જરૂરી સુધાર કરવાનો છે તે કરી શકે છે.
ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, પાંચ મહિનાની સખત મહેનત બાદ આ પુસ્તક લખ્યું છે. જેનાથી દરેક બાળકને, વાલીને, શિક્ષકને અનેક ગણો ફાયદો થઈ શકે છે. આ પુસ્તક flipkart, amazon જેવી ઈ-કોમર્સ સાઈટ પર પણ ઓનલાઇન ઉપલબ્ધ છે.
પુસ્તક લખવા માટે તેમને અનેક લોકોનો સહયોગ મળ્યો છે. જેમાં તેમના માતા પિતાની પ્રેરણા તેમના બાળકોનો સહયોગ અને વાપીના જાણીતા અશોક ઠાકુરનો પણ તેમને ખૂબ જ સપોર્ટ મળ્યો હોવાનું ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું. પુસ્તક વિમોચન પ્રસંગે G. B. Laddha, R. S. Laddha સહિત વાપીની અનેક જાણીતી હસ્તીઓ ઉપપસ્થિત રહી હતી. જે તમામે ડૉ. પ્રકાશ શાહને અભિનંદન પાઠવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે જીવન ઉપયોગી માર્ગદર્શિકા સમાન છે. વિદ્યાર્થીઓ આ પુસ્તકમાં જણાવેલ સિદ્ધાંતોથી શિક્ષણ દરમિયાન પોતાની ક્ષમતા પુરવાર કરી શકે છે. આત્મવિશ્વાસ કેળવી શકે છે. સર્વાંગી વિકાસ સાધી શકે છે. શિક્ષણ પછી આરોગ્યપ્રદ અને સુખી જીવન જીવવાનો લ્હાવો પ્રાપ્ત કરી શકે છે. જીવનના દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઉપયોગી માર્ગદર્શન મેળવી શકે છે.