Friday, March 14News That Matters

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળામા “ગ્રાન્ડ પેરેન્ટ ડે”ની ઊજવણી કરવામાં આવી

માતા-પિતા ના ચરણોમાં સ્વર્ગ હોય છે તો દાદા-દાદી ના ચરણોમાં ચાર ધામ. બાળકો ના સર્વાંગી વિકાસ માં માતા-પિતા નો જેટલો સહકાર છે એટલો જ સહકાર દાદા-દાદી નો પણ છે.

બાળકો જીવનમાં દાદા-દાદી ના નિઃસ્વાર્થ પ્રેમ નુ મૂલ્ય સમજે તે હેતુથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા પ્રિ -પ્રાયમરી વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ ડે ની ઊજવણી કરવામાં આવી. દાદા-દાદી, નાના-નાની પોતાના પૌત્ર- પૌત્રી ઓ સાથે શાળા મા આ કાર્યક્રમની ઉજવણી ના ભાગ રૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

શાળા ના એસ એમ સી ચેરમેન શ્રી ઉજ્જવલ શુકલા પણ તેમનો અમૂલ્ય સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત શાળા ના એસ એમ સી ચેરમેન શ્રી ઉજ્જવલ શુકલા અને આચાર્યા શ્રીમતી બીની પૌલ ના કરકમલો દ્રારા દિપપ્રાઞટય કરી કરવામાં આવી. ત્યારબાદ બાળકો દ્વારા મંગલમય પ્રાર્થના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.

જેને નિહાળી સૌ દાદા-દાદી ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારબાદ દાદા-દાદી માટે વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદા-દાદી એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વિજેતા દાદા-દાદી ને શાળા દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. અંતે આચાર્યા શ્રીમતી બીની પૌલે પ્રાસંગિક ઉદબોધન કરી સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *