અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિઘાર્થીઓને શિક્ષણની સાથે વિવિઘ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની 51th એથલેટીક મીટનું આયોજન યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં ખેલાડીમિત્રોએ ભાગ લઈને વિજેતા જાહેર થયા હતા.
સદર કોલેજમાંથી પણ અંકિત સિંગ (S.Y.B.Com.) ટ્રીપલ જમ્પમાં ઉત્કષ્ઠ દેખાવ કરી બોર્ન્ઝ મેડલ પ્રાપ્ત કરતા આનંદની લાગણી છવાઈ હતી. ખેલાડીમિત્રોને સમગ્ર તાલીમ અને માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે ખેલાડીમિત્ર તેમજ પ્રાધ્યાપકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.