વાપીમાં છેલ્લા સાતેક વર્ષથી સામાજિક સેવાક્ષેત્રે કાર્યરત અલ-મદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 7મો સામુહિક નિકાહ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. રવિવારે વાપીના કબ્રસ્તાન રોડ પર આયોજિત આ નિકાહ કાર્યક્રમમાં 3 યુગલોના નિકાહ કરાવી જરૂરી મદદ પુરી પાડી હતી.
અલ-મદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે ત્રણ યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સાતમો સામૂહિક નિકાહ હતો. જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ પણ નવદંપતીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ટ્રસ્ટના જણાવ્યા મુજબ સમાજમાં ઘણા વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવી આપવાનું બીડું ટ્રસ્ટે ઝડપ્યું છે. જે અંતર્ગત આ વર્ષે ત્રણ યુગલોના નિકાહ સંપન્ન કરવામાં આવ્યાં હતા. આ નિકહામાં વિવિધ દાતાઓ તરફથી કન્યાને ઘર માટેની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, દાગીના પુરા પાડવામાં આવ્યાં હતાં.
આ સામુહિક નિકાહ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના લોકોના સહકારથી આ કાર્યક્રમના આયોજનમાં ટ્રસ્ટના આગેવાનો અને સભ્યોએ સહકાર આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ટ્રસ્ટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો માટે તૈયારી દર્શાવી હતી.
“This article is real
“Amazing post, keep up the good work!”