ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને DGP વિકાસ સહાય, ગુ.રા.ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ક૨નરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ના અન્ય જિલ્લાઓની જેમ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુમ/અપહરણ થયેલા બાળકો/બાળકી તથા વ્યકિતઓને શોધી કાઢવા ‘Mission Milaap’ Mission For Identiflying & Locating Absent Adolescents & Persons અભિયાન હાથ ધરવામા આવ્યું છે.
વલસાડ જિલ્લામાં પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાથી આ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન હેઠળ વર્ષ 2024 ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ 223 બાળક/બાળકીઓ તથા 345 સ્ત્રી-પુરૂષ મળી કુલ-568 ને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી હતી. તો, આ અભિયાન હેઠળ જાન્યુઆરી – 2025ના ફકત એક જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ 13 બાળક/બાળકીઓ તથા 18 સ્ત્રી-પુરૂષ મળી કુલ- 31 તથા અન્ય જીલ્લા/રાજયના ગુમ/અપહરણ થયેલ 08 બાળકો, 03 સ્ત્રી-પુરૂષ મળી કુલ 42 વ્યકિત/બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મેળવી છે.
આ અભિયાનને હાલમાં SKOCH ગ્રુપ દ્વારા દેશના પ્રતિષ્ઠિત SKOCH Award 2024 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. અને આગામી 15મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં આ સન્માનીય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
આ અંગે SKOCH ગ્રુપ દ્વારા DGP વિકાસ સહાયને પત્ર દ્વારા જાણકારી આપી છે. આ સમગ્ર અભિયાન અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ ખુશી વ્યક્ત કરી અભિયાનના ઉદેશયની વિસ્તૃત માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ‘સ્કોચ એવોર્ડ – ભારતના પ્રામાણિક સ્વતંત્ર સન્માન’ના તમામ મૂલ્યાંકન તબક્કામાંથી પસાર કર્યા બાદ એનાયત કરવામાં આવે છે. તે દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે વલસાડ પોલીસની સરાહના સાથે અભિનંદન પાઠવાઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ, સિલ્વર ઓક હોલ, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, લોધી રોડ, નવી દિલ્હી ખાતે 100મી SKOCH સમિટમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.