Thursday, January 30News That Matters

વાપીના ચંડોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું 

 વાપીના ચંડોળ ગામે આવેલ પ્રાથમિક શાળામાં યોજાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વ એ ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા નામધા-ચંડોર ગામમાં રહેતી ધ્રુવી મનોજભાઈ ભંડારીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું.

ગુજરાત સરકારના નિયમ મુજબ તેમજ ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી હોય તો તેના હસ્તે ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાવી બેટી બચાવો બેટી પઢાવો ને પ્રોત્સાહન આપવા માં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત અને વાપી મહાનગરપાલિકામાં જોડાયેલા ચંડોળ ગામના મોટા કોળીવાડ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 76 માં ગણતંત્ર દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધોરણ એક થી પાંચ સુધીના બાળકો તથા શાળાના મુખ્ય શિક્ષક જ્યોત્સનાબેન કે. પટેલ ચંડોળ ગામના માજી સરપંચ રણજીતભાઈ રમણભાઈ ગામ પંચાયતના માજી સભ્યો તેમ જ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામજનોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન પહેલા શાળાએથી ગામના મુખ્ય માર્ગ ઉપર પ્રભાતફેરી બાળકો તેમજ શિક્ષકો દ્વારા હાથમાં તિરંગો લઈ પ્રભાતફેરી કરવામાં આવી હતી.

ત્યારબાદ ધ્વજ વંદન કાર્યક્રમ શરૂ કરાયો હતો જેમાં ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી તરીકે ધ્રુવી મનોજભાઈ ભંડારી ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરાયો હતો ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં, ઉપસ્થિત રહેલા તમામ ગામજનો તેમજ બાળકોને મીઠાઈ વહેંચી મોહ મીઠું કરાવી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગામના માજી સરપંચ અને તાલુકા ભાજપના સંગઠન મંત્રી રણજીતભાઈ પટેલ દ્વારા ધ્રુવી ભંડારીને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *