શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો થાય એ માટે SSGSAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.
આ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાંથી ૭૫૦ જેટલા વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
26 જાન્યુઆરીના રોજ આયોજીત આ પરીક્ષામાં ગુરુકુળ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચોક્કસ દિશા મળે તેવા પ્રયાસો કરાયા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીના માર્ગદર્શન હેઠળ તથા ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર સરના નેજા હેઠળ સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . વલસાડ જિલ્લામાં પ્રથમ વખત આવી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા થકી વિદ્યાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુરુકુળના ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર સર એ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષા અંગે વાલી વિદ્યાર્થી લગભગ બધા જ જાણકાર હોય છે, પરંતુ તે પછી ઉચ્ચ અભ્યાસ માટે JEE, NEET, GUJSET જેવી પ્રવેશ પરીક્ષા અને તેથી ઉપર સનદી સેવા (કલેકટર, એસ.પી.,સચીવ) જેવા મોભાદાર પદ સુધી પહોચવા સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની હોય છે. જે અંગે હજી જીલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓમાં ઘણી ઓછી જાગરૂકતા છે. માટે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આવી પરીક્ષાનો મહાવરો થાય તે માટે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત SSGSAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં વિદ્યાર્થીને વિના મુલ્યે પરીક્ષામાં પ્રવેશ અપાયો હતો. ધો. ૧૦ માં અભ્યાસ કરતા ઓપન ટુ ઓલ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખુલ્લી જાહેર કરાય હતી. આ પરીક્ષામાં ૭૫૦ જેટલા જીલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ઉત્સાહભેર પરીક્ષા આપી અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો. વાલીમિત્રો દ્વારા પણ આ નવા પ્રયાસને બિરદાવ્યો હતો.
આ પરીક્ષાનું પરિણામ 3 ફેબ્રુઆરીએ જાહેર થશે.
પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવનાર ને સંસ્થા દ્વારા શૈક્ષણિક સ્કોલરશીપ પણ લાભ આપવામાં આવશે. આ પરીક્ષા ને સફળતા બનાવવા સંકુલના વિવિઘ વિભાગના આચાર્યશ્રીઓ તથા સમગ્ર શિક્ષક સ્ટાફ એ ટીમવર્ક થી કામ કરી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શાંતિપૂર્ણમાં માહોલમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કર્યું હતું.