Thursday, January 30News That Matters

વલસાડ પોલીસે NDPSના 15 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.10 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો

વલસાડ જિલ્લાના 7 પોલીસ મથકમાં NDPS એક્ટના 15 ગુન્હા નોંધાયા હતાં. જે દરમ્યાન કુલ 1,10,45,451.15 રૂપિયાની કિંમતનો 2503.956 કિલોગ્રામ નાર્કોટીકસ તથા 119 નંગ કોડેઇન સીરપ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તમામ જથ્થાનો ગુરુવારે દહેજ સ્થિત BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ 7 પોલીસ મથક પૈકી નાનાપોન્ઢા પોલીસ મથકના એક ગુન્હામાં જ જપ્ત કરેલા કુલ 64,46,790 રૂપિયાના ડ્રગ્સનો સમાવેશ થતો હતો.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI એ. યુ. રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના 7 પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ 15 ગુન્હા દાખલ કરવામાં આવ્યાં હતા.

આ 15 ગુન્હા દરમ્યાન પોલીસે કુલ 1,10,45,451.15 રૂપિયાની કિંમતનો 2503.956 કિલોગ્રામ નાર્કોટીકસ તથા 119 નંગ કોડેઇન સીરપ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની સુચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલ નાર્કોટીકસ ડ્રગ્સના જથ્થાના નાશ-નિકાલ માટે તા.10/01/2025 થી તા.25/01/2025 સુધી ખાસ ઝુંબેશ (ડ્રાઇવ) નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે માદક પદાર્થ નાર્કોટીક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી તા.16/01/2025 ના રોજ BEIL કંપની GIDC એસ્ટેટ, દહેજ, જી. ભરૂચ ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી.

આ માદક પદાર્થનો જથ્થો વલસાડ જિલ્લાના 7 પોલીસ મથકની હદ વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં નાનાપોન્ઢા પોલીસ મથકના એક ગુન્હામાં જ જપ્ત કરેલા કુલ 64,46,790 રૂપિયાના ડ્રગ્સનો સમાવેશ થતો હતો. જિલ્લાના 7 પોલીસ મથકમાં નોંધાયેલ કુલ 15 ગુન્હા પૈકી ધરમપુર પોલીસ મથકમાં સૌથી વધુ 4 ગુન્હા નોંધાયા હતાં.

આમ, વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વલસાડ જિલ્લાના કુલ-15 NDPS ના ગુન્હાઓમાં કબ્જે કરાયેલ માદક પદાર્થ નાર્કોટીક્સનો મુદ્દામાલ 2503.956 કિલો ગ્રામ તથા કોડેઇન સીરપ બોટલ નંગ-119 મળી કુલ કિંમત રૂા.1,10,45,451.15/-નો સુરક્ષિત પ્રક્રિયા સાથે નાશ કરવામાં આવ્યો હતો.

દરેક પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હા અને પકડાયેલ જથ્થાની કિંમત નીચેના કોષ્ટકમાં આપેલી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *