વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ/Atharv Public School ખાતે શાળાનો 13મો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. પરિવર્તનમ/Parivartanam થીમ પર ઉજવાયેલ આ ફંક્શનમાં વાપીના જાણીતા તબીબ, ઉદ્યોગકારો, સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જેઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતાં. આ એન્યુઅલ ડે માં ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગ, ડ્રામાથી માંડીને તમામ આયોજન કર્યું હતું. જે નિહાળી સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા હતાં.
એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકોએ બતાવેલ પ્રદર્શન નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બાળપણના શાળાના દિવસોને યાદ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં. પરિવર્તનમ થીમ પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, દરેક ના જીવનમાં પરિવર્તન થતું રહે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસ, ટેકનોલોજી ક્ષેત્રે આજે અનેક પરિવર્તન થયા છે. જેથી આવા પ્રસંગો યાદ કરી શાળાએ કઈ રીતે શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનુ યોગદાન પ્રાપ્ત કર્યું તેને રજૂ કરવા આ વખતે આ વાર્ષિકોત્સવની થીમ ‘પરિવર્તનમ’ રાખવામાં આવી છે.
એન્યુઅલ ડે નિમિતે શાળાના પ્રિન્સિપાલ લીના બોરસે અને સંજીવ બોરસેએ શાળાનો વાર્ષિક રિપોર્ટ અને એક નાનકડી શાળા કઈ રીતે હાઈસ્કૂલ સુધી પહોંચી વિદ્યાર્થીઓના જીવન ઘડતર અંગે કેવા પ્રયાસો કર્યા તેની વિગતો મહેમાનો અને વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમજ આવનારા દિવસોમાં શાળાને ડિજિટલ સ્કૂલ બનશે. અને તે માટે દાતાઓ તરફથી મળી રહેલા યોગદાનની રૂપરેખા આપી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.