Wednesday, January 8News That Matters

રૂપિયાની લેતી-દેતીમાં એક ને ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને GIDC પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી

વાપી GIDC માં આવેલ માઇક્રો ઓર્ગો કેમ કંપની એક વ્યક્તિની હત્યા કરનાર આરોપીની GIDC પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 3જી જાન્યુઆરી સાંજે બની હતી. જેમાં કંપનીમાં જ ઇલેક્ટ્રિકનું કામ કરનાર વ્યક્તિની કંપનીમાં જ સુપરવાઇઝરનું કામ કરનાર વ્યક્તિએ હત્યા કરી હતી. 7200 રૂપિયા જેવી સામાન્ય લેતીદેતીના મામલે થયેલ બબાલ અને હત્યાને લઈ વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી બાદ GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર યુવકનું નામ દિપક મંડલ છે. જ્યારે જેની હત્યા થઈ ચૂકી છે. તેનું નામ સમાધાન અશોક પાટીલ છે. બંને વાપી GIDC માં આવેલ માઈક્રો એગ્રો કેમ કંપનીમાં કામ કરતા હતાં.

કંપનીમાં દિપક મંડલ સુપરવાઈઝર હતો. જ્યારે સમાધાન અશોક પાટીલ ઇલેક્ટ્રીક નું કામ કરતો હતો. બન્ને કંપનીમાં મજુરો પાસે કામ કરવા માટે મજૂરોની આપ-લે કરતા હતાં. આ કામ પેટે સમાધાન અશોક પાટીલ સુપરવાઈઝર દિપક મંડલને એક મજુરના રૂ. 600/ આપતો હતો. પરંતુ, છેલ્લા ત્રણ દિવસના મજુરોના રૂપીયા બાકી હોય આરોપીએ મરણજનાર સમાધાન અશોક પાટીલ સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી.

જે બાદ સમાધાન અશોક પાટીલે સુપરવાઈઝર દિપક મંડલને રાત્રે 8 વાગ્યે વાપી GIDC 2nd ફેઇસમાં આવેલ માઇક્રો ઓર્ગો કેમ કંપની સામે બોલાવ્યો હતો. જ્યાં બંને વચ્ચે મજુરોના બાકીના રૂપીયા લેવા બાબતે બોલાચાલી થતા આરોપી દિપક મંડલે પોતાની પાસે રહેલા ચપ્પુથી સમાધાન પાટીલના પેટના ભાગે ઘા કર્યા હતાં. જેને કારણે સમાધાન પાટીલનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં GIDC પોલીસ મથકના PI મયુર પટેલની સૂચના આધારે હત્યારા દિપક મંડલની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે માત્ર 7200 રૂપિયા પૈકીના બાકી નીકળતા 3600 રૂપિયા માટે ખેલાયેલ આ ખૂની ખેલમાં પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. અને મૃતકના સબંધીની ફરિયાદ લઈ BNS 2023ની કલમ 103(1), તથા G. P. એકટ કલમ 135 મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આરોપી ને ઝડપી પાડવા સહિતની કામગીરી (1) પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પટેલ (2) PSI આર. એન. હાથલીયા (3) PSI એ. ડી. ડોડીયા (4) ASI શૈલેષ ઓધવજી (4) આ.પો.કો. હારીશ કામરૂલ (5) પો.કો. કુલદિપસિહ (6) જયવિરસિંહ (7) કિશોર ભવાનભાઇ (8) પ્રફુલ શાંતિલાલ (9) ચેતનસિંહ લક્ષ્મણસિંહ દ્રારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *