Wednesday, December 25News That Matters

શું Vadodara Mumbai ExpressWay બન્યા બાદ તેનો લાભ લેવામાં દમણના ઉદ્યોગો માટે વાપી Buffer Zone બનશે? 

Delhi-Mumbai Industrial Corridorની  કરોડરજ્જુ બનનાર Vadodara Mumbai ExpressWay ના Talasari To Karvad Section માં આવતા High Tension Tower અને જમીન સંપાદન સહિતની કામગીરી આ પ્રોજેકટને વિલંબમાં લાવી રહી છે? ત્યારે, દમણના કેટલાક ઉદ્યોગકારના મતમતાંતર મુજબ આ Vadodara Mumbai ExpressWay નો લાભ લેવામાં તેમના માટે વાપી થી નારોલી ટોલ પ્લાઝા સુધી પહોંચવામાં વાપી ભારે પડકારજનક બનશે.

એક તરફ હાલ માં જ પેકેજ નંબર 10 નું કામ ખોરંભે ચઢતાં વાપી, દાદરા નગર હવેલીના ઔધોગિક ટ્રાફિકનું ભારણ નેશનલ હાઈવે નંબર 48 પર વધી રહ્યું છે. જેને કારણે વાપી અને ભિલાડ માં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો અન્ય સ્થાનિક લોકો/ ઉધોગોએ કરવો પડે છે. જેમાં વળી પાછી પોલીસની કામગીરી વધી રહી છે.

ત્યારે, જાણકારોનું માનવું છે કે, ઝડપી વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદનો, ઘરેલુ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડી. સમયનો, અકસ્માતનો, ઇંધણનો બચાવ કરનારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ જે રીતે હાલમાં વિલંબિત થઈ રહ્યો છે. તેવી જ રીતે આ Vadodara Mumbai ExpressWay સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ પણ તેનો લાભ દમણની જનતા ને કે દમણના ઉદ્યોગોને મળવાનો નથી.

કેમ કે, દમણથી નેશનલ હાઇવે કે, એક્સપ્રેસ વે પર પહોંચવા માટે પાતલીયા થી મોતીવાડા થઈ ચકરાવો મારવો પડે છે. જ્યારે ભિલાડ તરફ જવા માટે પણ મોહનગામ ફાટકથી જવું પડશે. વાપીના મધ્યમાંથી પસાર થવા માટે પણ બલિઠા ROB, વાપી ટાઉનનો ROB અથવા J-ટાઈપના ROB નો ઉપયોગ કરવો પડશે. જો કે આ તમામ ROB કે RUB હાલ નિર્માણ હેઠળ છે. અને તે સિંગલ લેન હોવાના કારણે ભારે વાહનો માટે અકસ્માત ઝોન, ટ્રાફિક ઝોન બનશે.

અધૂરામાં પૂરું વળી અહીં સમયનો વેડફાડ થયા બાદ જો Vadodara Mumbai ExpressWay પર જવું હશે તો તે માટે છેક દાદરા નગર હવેલીના નારોલીમાં જવું પડશે. જ્યાં એક્સપ્રેસ વે ના ટોલ પ્લાઝા થી જ આ રોડ નો લાભ લઇ શકશે. એટલે નરોલી ટૂ સેલવાસ રોડ પણ ટ્રાફિક ઝોન બની જશે. અને આ તમામ ટ્રાફિકની અસર આખરે નેશનલ હાઇવે નંબર 48 પર પણ વર્તાશે. ત્યારે, જાણકારોનું માનવું છે કે, આ Vadodara Mumbai ExpressWay નો લાભ દમણને મળે એ માટેના આયોજન સાથે એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટનો વિકલ્પ ઉભો કરવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *