Saturday, December 21News That Matters

વાપીમાં SHRI L. G. HARIA MULTIPURPOSE SCHOOLમાં યોજાયેલ 38th ANNUAL DAY CELEBRATION માં ટ્રસ્ટી સ્વ. કાંતિલાલ હરિયાના જીવન પ્રસંગોને રજૂ કરી વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં 38 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતી SHRI L. G. HARIA MULTIPURPOSE SCHOOLમાં શુક્રવારે 38th ANNUAL DAY CELEBRATION યોજાયું હતું. આ વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોએ હિન્દી ફિલ્મી ગીતો પર ગ્રુપ ડાન્સ કરી પોતાનું અદભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું. તો પ્રસંગે શાળાના ટ્રસ્ટી અને ફાઉન્ડર સ્વ. કાંતિલાલ હરિયાના જીવન પ્રસંગોને રજૂ કરી વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

શાળાના આ 38માં વાર્ષિક ઉત્સવ નિમિત્તે Chairman A. K. SHAH, Managing Trustee BIMAL HARIA, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામનું શાળાના પ્રિન્સિપાલ Biny Paul, શિક્ષક સ્ટાફ સૌએ સ્વાગત કર્યું હતું.

SHRI L. G. HARIA MULTIPURPOSE SCHOOL ના આ 38th ANNUAL DAY CELEBRATION પ્રસંગે શાળા તરફથી વાર્ષિક રિપોર્ટ રજૂ કરાયો હતો. શાળાના બાળકોએ અવનવી વેશભૂષા માં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દી ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ શાળાના ફાઉન્ડર સ્વ. કાંતિલાલ હરિયાના જીવન પ્રસંગોને રજૂ કર્યા હતા. જે નિહાળી ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ સ્વ. કાંતિલાલ હરિયાને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. અંતમાં શાળાને રમતગમત, અભ્યાસ સહિતના ક્ષેત્રમાં નામના અપાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *