Friday, January 31News That Matters

સરીગામમાં SIA ખાતે MSME ની અને અન્ય સરકારી યોજનાઓની માહિતી પ્રદાન કરવા વિશેષ સેમિનારનું આયોજન કરાયું

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) દ્વારા સરીગામ ખાતે SIA હોલમાં ભારત સરકારના એમ.એસ.એમ. ઇ.  યોજના અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરીગામ GIDC ના ઉદ્યોગપતિઓ તેમજ લક્ષ્મી વિદ્યાપીઠના એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

શુક્રવારે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે ભારત સરકારના MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ સેલવાસ અને SIAના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનાર સવારે  10:30 વાગ્યે દીપ પ્રાગટ્ય વિધિ બાદ શરૂ કરવામાં આવ્યો હતો.

સેમિનારમાં MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ સિલવાસાથી નીતિન ચાવલા, આસી. ડાયરેક્ટર  અને બેન્ક ઓફ બરોડા, NTPC Surat, GeM, EEPC, National SC/ST Hub મિનિસ્ટ્રી MSME, ડિપાર્ટમેંટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ઉદ્યોગોને વેગ આપવા હાથ ધરાયેલ MSME યોજના અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમિનારમાં સારીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કૌશિક પટેલ- માનદ મંત્રી, આનંદ પટેલ-જોઈન્ટ સેક્રેટરી, શિરીષ દેસાઇ- માજી પ્રમુખ તેમજ એડવાઈઝરી કમિટી ચેરમેન, કમિટી મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં. સેમિનારમાં લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ વિશેષ ભાગ લીધો હતો. અને સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિત તજજ્ઞો પાસેથી મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું. સેમિનારમાં વિવિધ ઉદ્યોગોમાથી 135થી વધુ પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવી આ સેમિનારનો લાભ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *