Sunday, December 22News That Matters

સરીગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં UIA ના હોસ્પિટલ પ્રોજેક્ટની સરાહના કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કહ્યું…, દરેક ઉદ્યોગોએ UIA જેવા લોક ઉપયોગી કાર્ય કરવા જોઈએ

સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે રવિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11.32 કરોડના બાયપાસ રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત SIA ના ઉદ્યોગકારો સમક્ષ UIA ના લોક ઉપયોગી કાર્યની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉમરગામ ખાતે ઉમરગામ એસોસિએશન દ્વારા એક સુંદર હોસ્પિટલ નિર્માણનું આયોજન કર્યું છે. આવા અનેક કામો ઉદ્યોગોના સહકારથી કરીશું તો, આજુબાજુના વિસ્તારનો પણ ચોક્કસ રીતે વિકાસ થશે.

કનુભાઈએ જણાવ્યું હતું કે, આપણે જે પણ વિકાસના કાર્ય કરીએ છીએ તેમાના અનેક કામો ઉદ્યોગો માટે પણ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગો માટે રસ્તાની સગવડ ઉભી કરી છે. કેમ કે ઉદ્યોગો રોજગારી આપે છે. એ સાથે આપણા વિસ્તારમાં અનેક કામો ઉદ્યોગોના સહાયથી આપણે કરવા જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે રીતે આપણા ગુજરાતને આગળ વધારી વિકાસ કરી રહ્યા છે. એમા દરેકે સહકાર આપવો જરૂરી છે.

આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરના વખાણ કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રમણભાઈએ ખૂબ સારી કામગીરી કરી છે. તે એક જાગૃત ધારાસભ્ય છે. જે હંમેશા સ્ટેજ પરથી પણ દરેક કામ બાબતે ચોખ્ખું અને સ્પષ્ટ બોલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *