Friday, January 31News That Matters

વલવાડા ગામના દાતાઓના સહકારથી બનાવેલ આદર્શ બુનિયાદી શાળા અને હોલનું રાજ્યના નાણામંત્રીએ કર્યું લોકાર્પણ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામે રાજ્યના નાણામંત્રીના હસ્તે શાળા અને હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં અંદાજીત 33 લાખના ખર્ચે દાતા દ્વારા હોલ અને સરકાર તેમજ દાતાઓની મદદથી જર્જરિત શાળાના સ્થાને 90 લાખમાં શાળાનું નવીનીકરણ કરવામાં આવ્યા બાદ દાતાઓ, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતાં.

રવિવારે ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આદર્શ બુનિયાદી શાળા તથા સ્વ. કલ્પનાબેન, સ્વ. અશ્વિનભાઈ ભીખુભાઇ દેસાઈ બહુ હેતુક હોલનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સ્થળે પહેલાથી જ શાળા હતી. પરંતુ તે જર્જરિત હોય તેના સ્થાને સરકાર અને દાતાઓની મદદથી 90 લાખના ખર્ચે શાળાનું આધુનિકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દાતાઓના સહકારથી બહુ હેતુક ઉપયોગ માટે 33 લાખના ખર્ચે હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર, કોંગ્રેસના આગેવાન અને આ જ ગામના મિલન દેસાઈ, દિનેશ પટેલ, અગ્રણી દાતાઓનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓના વિશેષ સન્માન અને લોકાર્પણ કાર્યક્રમમાં ગામલોકો, રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *