વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધી સતત ચાલ્યું અને મોડી રાતે 2 વાગ્યે સફળતા સાથે પૂર્ણ થયું
પ્રાપ્ત માહિતી મુજબ, કોપરલી ગામની અવાવરૂ જગ્યાએ બનેલા આ કૂવામાં સેફ્ટી વોલ ન હોવાના કારણે એક પાડો ભૂલથી પડી ગયો હતો. ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા થઈ હતી, અને તેમણે તરત જ વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમને જાણ કરી. માહિતી મળતાંજ વાપી એનિમલ રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્થળની પરિસ્થિતિ મુશ્કેલીભરી હતી. કૂવા પાસે સેફ્ટી વોલ ન હોય અને માટી વારંવાર ખસી જતાં રેસ્ક્યૂ ઓપરેશન માટે ભારી પડકાર ઊભા થયા હતા
પરિસ્થિતિને જોતા તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સહારે ફાયર ફાઈટરને કૂવામાં ઉતારવામાં આવ્યા. જોકે, પાડો ડરના કારણે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હતો અને સતત ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, જેને કારણે રેસ્ક્યૂ કરવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.
વાપી નગરપાલિકા ફાયર ટીમ, વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમ અને વાપી એનિમલ રેસ્ક્યૂ ટીમે પોતાના જીવન જોખમમાં મૂકીને અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી અને
આપસી સહકાર અને સતત 8 કલાકની મહામહેનત બાદ મોડી રાતે 2 વાગ્યે પાડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આજુબાજુના લોકો દ્વારા પણ ટીમને આ કાર્ય માટે શાબાશી અને પ્રશંસા મળી
વાપી એનિમલ રેસક્યું ટીમ ના વર્ધમાન શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે માનવતા અને પ્રાણીપ્રેમને જોડે દરજ્જો આપીને કામ કરવામાં આવે, તો કોઈપણ પડકારને પરાજિત કરી શકાય છે. કોપરલી ગામના પીડિત પાડાને બચાવવા માટે કુલ 8 કલાક ચાલેલા આ ઓપરેશન માટે તમામ ટીમને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
Baddiehub I very delighted to find this internet site on bing, just what I was searching for as well saved to fav