તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા-વાપી ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જે તમામ ગરબા ગ્રુપે પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં.
વાપીની કલા સંસ્થા “સ્પંદન” દ્વારા ગરબાની કલાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન તથા આ ક્ષેત્રે કાર્ય કરતા જુના તેમજ નવોદિત કલાકારોને ગરબાની રજૂઆતમાં એક પ્લેટફોર્મ મળે. તે માટે તા. 1લી ડીસેમ્બર 2024ના રોજ પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડીટોરીયમ, નામધા ખાતે ઓપન દક્ષીણ ગુજરાત ગરબા સ્પર્ધા “હેલ્લારો 4.0” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વાપી, દમણ, ચિંચવડ, અતુલ, મુનસડ (નવસારી), સુરત અને ભરૂચની કુલ 13 ટીમોએ ભાગ લીધેલ અને પ્રાચીન અને અર્વાચીન ગરબા રજુ કર્યા હતાં. કાર્યક્રમનો શુભારંભ સ્પંદન વાઈસ પ્રેસીડન્ટ જીજ્ઞેશ ભટ્ટે માતાજીની સ્તુતિ થી કરેલ તથા પ્રમુખ ચારુશીલા ભટ્ટે સર્વ મહાનુભાવો સ્પર્ધકો અને પ્રેક્ષકોનું શાબ્દિક સ્વાગત કરેલ.
ગરબા સ્પર્ધામાં સલવાવ સ્વામિનારાયણ સંકુલના કપિલ સ્વામી તેમજ મખ્ય અતિથી જીલ્લા કલેકટર નૈમેષ દવે, અતિથી એડીશનલ કલેકટર અનસુયા ઝા, ડી.વાય.એસ.પી. બી. એન. દવે છેક સુધી ગરબા પ્રસ્તુતિ નિહાળી, સ્પર્ધકોને તેમના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા તથા ભારતીય સંસ્કૃતિને સવર્ધિત કરવાના “સ્પંદન” ના પ્રયત્નની સરાહના કરી હતી.
આ ગરબા સ્પર્ધામાં પ્રાચીન વિભાગમાં કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડી, તા. વ્યારાની બહેનોએ પ્રથમ ક્રમ તથા સહેલી ગ્રુપ, મુનસાડની બહેનોએ દ્વિતીય કર્મ મેળવ્યો હતો. જયારે અર્વાચીન ગરબા સ્પર્ધામાં સંસ્કૃતિ-ગુંજન, સુરતની બહેનોએ 50 વર્ષ જુનો ગરબો “આભલાનાં આંગણે” આડ તાલી સાથે રજુ કરી અદભૂત પ્રસ્તુતિ દ્વારા નિર્ણાયકોની પ્રશંસા મેળવી, પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ.
આ ટીમના લીડર હતા હીનાબેન નાયક જયારે દ્વિતીય ક્રમાંક સુરતની જ બીજી ટીમ પશુપતિનાથ મંડળને મળેલ. જેના લીડર હતા શિવાંગી પટેલ અને ગરબાના શબ્દો હતા- ઝગમગતા તારલા……સુરતની ત્રીજી કૃતિ સપ્ત-ધ્વનિ કલાવૃંદની હતી. જેની પ્રસ્તુતિ પણ સુંદર હતી તેથી નિર્ણાયકોની સુચનાથી એમને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ.
વાપીના એક અનામી દાતા શ્રી તરફથી લોકલ વિસ્તાર વાપી-દમણની ટીમમાંથી બ્રહ્મ સપ્ત ધ્વનિ ગ્રુપ (જુનીયર)ને પ્રથમ અને શ્રી સીવણ ક્લાસ ગરબા ક્વિન્સ ગ્રુપને દ્વિતીય ઇનામ મળેલ. બ્રહ્મ તેજ સપ્ત ધ્વનિ (જુનીયર) ગ્રુપનાં લીડર શ્રીમતી દક્ષા ગોર શ્રી સીવણ ક્લાસ ગરબા ક્વિન્સનાં લીડર શ્રીમતી જ્યોતિ બધેકા અને જાગૃતિ ઉપાધ્યાય હતાં.
સ્પર્ધાના મુખ્ય પ્રયોજક ટર્નીંગ પોઈન્ટના શ્રી નીલેશભાઈ, શાહ પેપર મિલના શ્રી મહેન્દ્રભાઈ શાહ, મેહાલી પેપર્સ પ્રા. લિ.નાં શ્રી અલી ભાઈ હતાં. ગ્રીન ક્રોસ હેલ્થ એનોવેશનનાં શ્રી મિતુલભાઇ તથા નેચરલ કોન્સેપ્ટના શ્રી નિરવ દેસાઈ તરફથી દરેક બહેનોને ગીફ્ટસ હેમ્પર મળેલ. નીરવભાઈ તરફથી દરેક વર્ષે ગીફ્ટસ હેમ્પર્સ મળે છે. એક્રાપેક ઇન્ડિયા પ્રા. લિ.ના શ્રી મુન્નાભાઈજયારે ચંદુકાની શાહ અને યુનીસ્ટારના હરેશભાઈ જોશી તરફથી આર્થિક સહયોગ મળેલ.
હેલ્લારો ૪.૦નાં પ્રોજેક્ટ ચેરમેન શ્રી અમિતભાઈ ભટ્ટ હતાં. સ્પંદન વાઈસ પ્રેસિડેન્ટ શ્રી જીજ્ઞેશ ભટ્ટ તથા સ્પંદન મેમ્બર શ્રીમતી વર્ષા શુક્લાએ કાર્યક્રમનું સુચારુ સંચાલન કરેલ.
સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કલા ગુરુઓ શ્રીમતી હીના શાહ, ડો. આશા ગાંધી અને શ્રીમતી તન્વી પટેલે સેવા આપેલ. અંતમાં સ્પંદન સેક્રેટરી શ્રી ઓમપ્રકાશ ભટ્ટરજીએ આભારવિધિ કરેલ.