Thursday, December 26News That Matters

વલસાડના સાંસદ ધવલ પટેલે વડાપ્રધાનને ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા

દિલ્હી સંસદભવન ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ઘવલ પટેલ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ ધવલ પટેલને વલસાડ ડાંગ મતવિસ્તારના વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધવલભાઈ પટેલની વલસાડ ડાંગના લોકો વચ્ચે રહી સતત કાર્યશીલ રહેવાની કાર્યશૈલીની ખુબ જ સરાહના કરી હતી.

આ પ્રસંગે સાસંદ ધવલ પટેલ દ્વારા પ્રધાનમંત્રી મોદીને સ્વલિખિત ‘‘મોદી વીથ ટ્રાયબલ’’ પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *