રવિવારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્તાર 180 પારડી વિધાનસભાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો , પદાધિકારીઓ સાથે ગુજરાત ને શર્મશાર અને કલંકિત કરનાર ઘટના ગોધરાકાંડ ની વાસ્તવિકતાને લોકો સુધી ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતિ રીપોર્ટ ને સાથે મળી નિહાળવામાં આવી હતી.
આતંકી ઘટનાના ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને દેશમાં કોમી ભાઈચારો બન્યો રહે તે માટે ખૂબ સુંદર ફિલ્મની રચના કરવામાં આવી છે. જે તમામ ગુજરાત નિવાસી તમામ ભારતીયો નિહાળે અને સત્યતા સમજે અને સાજિશ નાં ભોગ બનેલ અયોધ્યાથી મહાયજ્ઞ કરી પરત ફરી રહેલા કારસેવકો, ભક્તો, યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ મળે તે માટે જરુર પરીવાર, મિત્રો સાથે આ ફિલ્મ નિહાળવી જોઇએ. તેવું આ ફિલ્મ નિહાળનારા તમામે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કનુભાઈ દેસાઈ સાથે ઉપસ્થિતિ અગ્રણી શિલ્પેષ દેસાઈ જિલ્લા મહામંત્રી, રાજેશ દેસાઇ જિલ્લા ચૂંટણી અધિકારી, સતિષ પટેલ વાપી શહેર પ્રમુખ,હેમંત પટેલ વાપી નોટીફાઇડ પ્રમુખ, રાજેશ પટેલ પારડી શહેર પ્રમુખ, તેમજ સંગઠનનાં પદાધિકારીઓ અન્ય નગરસેવકો ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.