Friday, January 31News That Matters

વલસાડ જિલ્લા કલેકરટ નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી, ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં વલસાડ અને ઉમરગામના ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. ભાગ – 2 ની બેઠકમાં નિવૃત્ત થયેલા અને અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસ અને આગામી 24 માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજ અને દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Photo and detail courtesy of Valsad Information Department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *