ભાઈબીજનો તહેવાર 36 પ્રવાસીઓ માટે માતમમાં ફેરવાયો છે. નવસારીથી ખાનગી ટ્રાવેલ્સમાં દૂધની ફરવા નીકળેલા આ યાત્રીઓની બસની બ્રેક ફેઈલ થઈ જતા આ અકસ્માત સર્જાયો છે. દૂધની નજીક કરચોન ખાતે ઘાટમાં સર્જાયેલ અકસ્માતમાં બસના ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 6થી વધુ યાત્રીઓને નાનીમોટી ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણકારી મળતા ખાનવેલ-દૂધની ચોકીની પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ ઉપર કરચોન ગામ પાસે ટર્નિંગ ઉપર ખાનગી ટ્રાવેલ્સની એક બસની બ્રેક ફેઈલ થતા બાજુમા આવેલા ઝાડ સાથે બસ અથડાઈ હતી. ઘટનામાં બસમાં સવાર ક્લીનર જીવ બચાવવા ચાલુ કૂદી ગયો હતો. જે દરમ્યાન બસનું ટાયર તેના પર ફરી વળતા ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બસમાં સવાર 6થી વધુ યાત્રીઓને પણ નાનીમોટી ઇજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં.અકસ્માતનો ભોગ બનેલ બસ નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની હતી. GJ06-XX-0357 નંબરની બસ રાકેશ પટેલ નામના વ્યક્તિની હતી. જેની બસમાં ભાઈબીજના દિવસે કુલ 36 યાત્રીઓએ બુકિંગ કર્યું હતું. જેને બસમાં સવાર કરી બસ દૂધની ના પ્રવાસે રવાના કરી હતી. જે દરમ્યાન દૂધનીથી અંદાજે 4 કિલોમીટર દૂર કરચોનના ટર્નિંગમાં બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
બસની બ્રેક ફેઇલ થઈ જતા બસના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસનો અકસ્માત થશે એવું જાણી ગભરાયેલા બસનો ક્લીનર ચાલુ બસે જ જીવ બચાવવા કૂદી પડ્યો હતો. જે બસના પાછલા ટાયરમા આવી જતા કમકમાટી ભર્યા મોતને ભેટ્યો હતો. અકસ્માતમાં લકઝરી બસમાં સવાર યાત્રીઓ પૈકી 10થી વધુ લોકો ઘાયલ થયાં હતા. જેમાં 6 યાત્રીઓને જરૂરી સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં.
ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. તેમજ પોલીસને પણ જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
Hello!
Good cheer to all on this beautiful day!!!!!
Good luck 🙂