ઉમરગામ GIDC ની ચંદન સ્ટીલ લિમિટેડ કંપનીએ એમનાં પ્લાન્ટમાંથી નિકળતા ધુમાડા પર અંકુશ મેળવવા એક ખાસ પહેલ કરી છે. જે પહેલ દરેક મોટા એકમોના સંચાલકો માટે આવકાર્ય છે. આ પહેલથી તેઓ પણ પર્યાવરણ બચાવમાં સહભાગી થઈ શકે છે.
ચંદન સ્ટીલ લિમિટેડ કંપની ફ્યુમ એકઝોસ્ટ સિસ્ટમ સ્થાપિત કરી રહી છે. ફ્યુમ એક્ઝોસ્ટ સિસ્ટમ (FES) જે સ્ટીલ પ્લાન્ટમાં વપરાય છે, જે ભઠ્ઠીમાંથી નીકળતો ધુમાડો અને કણોને નિયંત્રિત કરે છે.
Advertisement
એ ઉપરાંત, વાયુ પ્રદુષણને ફેલાતું અટકાવવામાં ધણું મદદરૂપ થાય છે. સ્ટીલ પ્લાન્ટ્સની રિફાઇનિંગ ભઠ્ઠીઓ, કાસ્ટિંગ ફાઉન્ડ્રી વિગેરેમાંથી ધાતુઓની ગલન પ્રકિયા દરમિયાન ધૂમાડો ઉત્પન્ન થાય છે. જેનાં કારણે, આ ધુમાડો ચારે બાજુ ધૂમાડીયું (વાયુ પ્રદૂષણ) પેદા કરે હોય છે.
આ ધુમાડો નિયંત્રણ કરવાં માટે ફ્યુમ એક્ઝોસ્ટ સિસ્ટમનો ઉપયોગ સ્ટીલ પ્લાન્ટમાં થઈ રહ્યો છે. પુણેની ઈકોમેક સિસ્ટમ પ્રા. લિમિટેડ કંપની આ સિસ્ટમ બનાવી રહી છે. જે થોડા દિવસોમાં કાર્યરત થઇ જશે. સુત્રો પાસેથી જાણવાં મળ્યું છે કે, આ ફ્યુમ એકઝોસ્ટ સિસ્ટમ લગભગ 4 કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચે તૈયાર થઇ રહી છે.