Friday, December 27News That Matters

દિલ્હીની મુલાકાતે જઈ સંસદ ભવન સહિતનાં સ્થળોની મુલાકાત લઈ પરત ફરેલા દાદરા નગર હવેલી અને દમણ દીવના સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓએ પોતાના પ્રવાસ અનુભવો મીડિયા સાથે શેર કર્યા.

દમણ જિલ્લા પંચાયત ખાતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓએ એક પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આમંત્રણને માન આપી દિલ્હી પ્રવાસ કર્યો હતો. જેના સ્મરણો મીડિયા સાથે શેર કર્યા હતાં.દમણ જિલ્લા પંચાયતમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દાદરા નગર હવેલી અને દમણ દીવના સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓએ દિલ્હી પ્રવાસ દરમિયાન મેળવેલા અનુભવો શેર કર્યા. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આમંત્રણ પર દિલ્હી ગયેલા આ પ્રતિનિધિઓએ દેશની લોકશાહીની નજીકથી જાણકારી મેળવી હતી.ઉપરાષ્ટ્રપતિની પ્રેરણા અને પ્રશાસનની કાર્યક્ષમતા……

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંઘ પ્રદેશની ત્રણેય જિલ્લાઓની મુલાકાત લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે સંઘ પ્રદેશના પ્રતિનિધિઓને દિલ્હી આમંત્રણ આપીને લોકશાહી પ્રક્રિયાને નજીકથી જોવાની તક આપી હતી.દિલ્હી પ્રવાસનું અનોખું અનુભવ…..

દિલ્હીમાં પ્રતિનિધિઓએ જૂની અને નવી સંસદ, યશોભૂમિ, સ્ટેટ ઓફ ધ આર્ટ કન્વેન્શન સેન્ટર અને ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન જેવા મહત્વના સ્થળોની મુલાકાત લીધી હતી. દેશની સંસદમાં પગ મૂકીને તેમણે લોકશાહીના ધબકારાને નજીકથી અનુભવ્યા હતા. નવી સંસદનું નિરીક્ષણ કરીને ભારતના વિકાસનું સ્વપ્ન જોયું હતું.સંઘ પ્રદેશ માટે ગૌરવનો અવસર….

પ્રતિનિધિઓએ આ પ્રવાસને સંઘ પ્રદેશ માટે એક ગૌરવપૂર્ણ અવસર ગણાવ્યો હતો. પ્રશાસન દ્વારા આયોજિત આ પ્રવાસમાં તેમને દેશની રાજધાનીમાં જઈને લોકશાહીની પ્રક્રિયાને સમજવાની તક મળી હતી.

આભાર વ્યક્ત કરતા પ્રતિનિધિઓ….

સંઘ પ્રદેશના તમામ પ્રતિનિધિઓએ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રવાસે તેમને લોકશાહી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી છે.

3D ના 130 પ્રતિનિધિઓએ કરી દિલ્હી ની યાત્રા…..

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત દાદરા નગર હવેલી, જિલ્લા પંચાયત દમણ, જિલ્લા પંચાયત દિવ, નગરપાલિકા દમણ, નગરપાલિકા દાદરા નગર હવેલી, નગરપાલિકા દિવના મળી કુલ 130 પ્રતિનિધિઓએ દિલ્હી ની યાત્રા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *