Friday, January 31News That Matters

વાપી મામલતદાર કચેરી ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં 8 અરજીઓનો હકારાત્મક નિકાલ, પાલિકા વિસ્તારમાં લારી-ગલ્લા, પાથરણા વાળા ના પ્રશ્નોનો પણ ઉકેલ આવ્યો

વાપી મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય કક્ષાના મામલતદાર પ્રીતિ મોઢવાડીયાની અધ્યક્ષતામાં વાપી ગ્રામ્ય તથા વાપી શહેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 08 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

વાપી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ગ્રામ્ય મામલતદાર પ્રીતિ મોઢવાડીયા, ડેપ્યુટી મામલતદાર વિવેક ગઢવીની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય તથા વાપી શહેરના અરજદારોએ પોતાની અરજી રજૂ કરી હતી.જેમાં તમામ સરકારી કચેરીને લગતા જેમ કે,  વાપી નગરપાલિકા, વાપી સીટી સર્વેની ઓફિસ, મામલતદાર કચેરી, DGVCL અને અન્ય સરકારી કચેરીઓના પ્રશ્નો હતાં. જે તમામ અરજીઓ પૈકી 08 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ અરજીઓમાં વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણ સિંગ ઠાકુર દ્વારા વાપી પાલિકા વિસ્તારમાં પાથરણા વાળા, શાકભાજી, લારી ગલ્લા વાળા ને વાપી પાલિકાના સફાઈ કામદારો હેરાન કરતા હોય, તેમની પાસે 200થી 300 રૂપિયા ઉઘરાવતા હોય તેમજ કાંટા સહિતનો સામાન ઊંચકી જતાં હોય તેની રજુઆત કરતા આ અંગે કોઈને હેરાન પરેશાન કરવામાં આવે નહિ અને હાલમાં દિવાળી સુધી પાથરણા વાળાઓને ધંધો કરવા દેવામાં આવે તેવી સૂચના આપી હતી. એ ઉપરાંત અન્ય જે પણ પ્રશ્નો હતા તેનું પણ 15 દિવસમાં નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *