સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ ૭,ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ પવાર ના નેજા હેઠળ ‘Sunita’s MakerSpace’ દ્વારા *’Plant A Smile’ ભાગરૂપે શાળાની છોકરીઓ માટે *’સેલ્ફ ડિફેન્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં વલસાડના ‘અર્બન માર્શલ’ ગજ્જુ કરાટે આર્ટના માર્શલ ક્યોષી મનોજભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને આજના સમયમાં પોતાનું સ્વ-રક્ષણ કેવી રીતે કરવું. પોતાનામાં રહેલ આત્મવિશ્વાસ,ક્ષમતાઓ અને વિકટ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની વિવિધ તાલીમ અને ટેકનીક દ્વારા જાગૃતિ આપવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છોકરીઓની સલામતી, આત્મરક્ષા અને આત્મવિશ્વાસ જગાવાનું હતું.
‘Sunita’s MakerSpace’ દ્વારા ‘Plant A Smile’ કેમ્પૈન સફળ બનાવવા માટેનું બહુ સરસ પગલું હોવાથી લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા ના સ્નેહભર આભાર માનવામાં આવે છે.