હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે. પાર્ટી પ્લોટમાં અને શેરીઓ સોસાયટીમાં અવનવા ડ્રેશમાં સજ્જ ખેલૈયાઓ ગરબાની ધૂમ માચાવી રહ્યા છે. ત્યારે, “આત્રે ઇવાન 2 સોસાયટી ખાતે નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ સોસાયટીમાં ઉજવાઈ રહેલા નવરાત્રી મહોત્સવ દરમ્યાન 9/10/2024ના રામાયણ થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટી ના બાળકો દ્વારા ધાર્મિક નાટક પ્રદર્શનના માધ્યમથી પૌરાણિક કથાઓને જીવંત કરી હતી! રામાયણના વિવિધ પાત્રો ભજવી બાળકોએ તેમની પ્રતિભા દર્શન કરાવ્યા હતાં.
નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગરબે રમવા સાથે આ પ્રકારના ધાર્મિક પાત્રો સાથેના નાટકે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં. બાળકોને અલગ અલગ વેશભૂષામાં સજ્જ કરવા બદલ બાળકો, માતાપિતા અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Aatrey Ivann – 2 માં નવરાત્રીની સાથે ધાર્મિક માહોલ જીવંત કરતા આ પત્રોમાં…
રામનું પાત્ર નિધિ પટેલે ભજવ્યું હતું તો, સીતા માતાનું પાત્ર સપના ભાટી, હનુમાનનું પાત્ર શ્લોક ગઢવી, શબરીનું પાત્ર નિરાલી વડાલિયા, માઁ કાલીનું પાત્ર પ્રાચી પટેલ, રાવણનું પાત્ર સુજલ, ભૈરવનું પાત્ર આયુષ રાઠોડ, કોહલીનું પાત્ર આર્ય વડાલિયા, આર્મીમેનનું પાત્ર વિશ્વરાજ ઝાલાએ ભજવ્યું હતું.
રામાયણના પાત્રો અને વર્તમાન વ્યક્તિ વિશેષના આ અદભુત પાત્રો ભજવનાર બાળકોને સોસાયટીના ચેરમેન અશ્વિન ધીંગાની, સેક્રેટરી ભાવિન ગઢવી સહિતના સોસાયટી ના સભ્યોએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.