વાપી GIDC પોલીસ મથક વિસ્તારમાં સાહીલ રમેશભાઇ પંડીત નામનો બાઈક ચાલક લોકોની જીંદગી જોખમાય તે રીતે સ્ટંટ કરતા મળી આવ્યો હતો. મોટર સાયકલ ઉપર સ્ટંટબાજી કરનાર આ બાઈક ચાલક સામે વલસાડ ટ્રાફિક વિભાગે કાયદાનો દંડો ઉગામ્યો હતો. ચાલક વિરુદ્ધ વાપી GIDC પોલીસ મથકમાં BNS -281 મુજબની ગુન્હો નોંધી સાથે જ MV Act -207 મુજબ બાઇકને સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નવરાત્રીનો ધાર્મિક તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે, કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. ડી. પંથ, હે.કો અશ્ર્વિનભાઇ અનિલભાઇ તથા પો.કો. ઇલેશભાઇ મહેશભાઇ જિલ્લા ટ્રાફિક વલસાડનાઓ નવરાત્રીના તહેવાર દરમ્યાન ફરજ ઉપર હતા.
તે દરમ્યાન એક ઇસમ નામે સાહીલ રમેશભાઇ પંડીત જે તેની મોટર સાયકલ ઉપર તેની તથા બીજા લોકોની જીંદગી જોખમાય તે રીતે સ્ટંટ કરતા મળી આવેલ. જે ઇસમ વિરુદ્ધ વાપી GIDC પોલીસ મથકમાં ગુન્હો નોંધી BNS -281 મુજબની કાર્યવાહી કરવામા આવી હતી. તેમજ બાઇકને MV Act -207 મુજબ વાપી GIDC પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.