સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિત્તે વાપી નજીક આવેલ ડુંગરામાં પરમ પૂજ્ય આશારામ બાપુ આશ્રમ અને ગુરુકુળ ખાતે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1000 જેટલા સાધકોએ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમના પૂર્વજોને યાદ કરી સામુહિક પિતૃ શ્રાદ્ધ કર્યું હતું.
આ કાર્યક્રમ અંગે ડુંગરા પરમ પૂજ્ય આશારામ બાપુ આશ્રમ અને ગુરુકુળના સંચાલક મુકેશ નાયકે જણાવ્યું હતું કે ભરતમભરમાં અંદાજીત 450 જેટલા આશ્રમ છે. આ તમામ આશ્રમ ખાતે આજના સર્વપિતૃ શ્રાદ્ધ અમાવસ્યા નિમિતે સામુહિક શ્રાદ્ધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક આશ્રમ આસપાસના જિલ્લાભરના સાધકો ઉપસ્થિત રહ્યા હતા. તમામે તેમના પૂર્વજોને યાદ કરી સામુહિક શ્રાદ્ધ કર્યું હતું.
ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધની વર્ષો જૂની પરંપરા છે. જે હંમેશા જળવાઈ રહે તેવા ઉદ્દેશી સાથે આ સામુહિક શ્રાદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુંગરા આશ્રમ ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતાં. સનાતન સંસ્કૃતિ લોકો જાણે અને તેને માન આપે એવા ઉદેશ્યથી આશારામ બાપુ દ્વારા માતૃ પિતૃ પૂજન, સામૂહિક શ્રાદ્ધ પૂજન જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં છે. જે આજે પણ અવિરત ચાલી રહ્યા છે.