મંગળવારે વાપીના ચલા સ્થિત બૂનમેક્સ શાળા ખાતે બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT, Gandhinagar દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વલસાડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગણિત-વિજ્ઞાન મંડળ, SVS-સમન્વયના સહયોગથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ વિજ્ઞાન પ્રદર્શનનીમાં રજૂ કરેલ મોડેલ અંગે SVS કન્વીનર અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ વિજ્ઞાન પ્રદર્શનની પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. જેમાં ફૂડ એન્ડ હેલ્થ હાયઝીન, ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ, મેથેમેટિક મોડલિંગ એન્ડ કમ્પ્યુટેશન, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત બોર્ડની કુલ 53 શાળાના 166 બાળ વૈજ્ઞાનિકોએ 83 જેટલા મોડેલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂક્યા હતાં. પ્રદર્શનનીમાં 83 શિક્ષકોએ પણ ભાગ લીધો હતો.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ પરની અદભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ બનાવી હતી. જેમાંથી નવ જજીસ દ્વારા બેસ્ટ કૃતિ પસંદ કર્યા બાદ તેને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં પોતાની અલગ કૃતિ સાથે આવેલા શિવમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમણે વી યુટીલાઈઝેશન સ્મોક ટ્રાન્સપોર્ટેશન પર એક મહત્વનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
જેમાં જે વાહનો ચાલતા હોય ત્યારે તેનો જે ધુમાડો પર્યાવરણમાં ભળી જાય છે. અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તે ધુમાડાને યાંત્રિક મશીનના આધારે એકત્ર કરી શકાય છે. તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી શકાય છે. જેવી કે પેન્સિલ માર્કર જેવી ચીજો બનાવી તેનાથી પૈસા પણ કમાઈ શકાય છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે તેમને ચાર દિવસ લાગ્યા હતા. આ પ્રોજેક્ટનો ઉપયોગ સબ-વે જેવા સ્થળોએ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ વૈજ્ઞાનિક પ્રદર્શનીને ડૉ. સાહિલ મેડવ, ડૉ. રાજશ્રી ટંડેલ, DEO વલસાડ, તેજસ પટેલ, AEI વલસાડ, ડૉ. દર્શનાબેન પટેલ, બૂનમેક્સ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિલશાદ મેડવ, શાળાના પ્રિન્સિપાલ તૃપ્તિ પાધ્યા સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.