વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપ, NDRF દ્વારા વાપીની વાપી GIDC 2nd ફેઈઝમાં આવેલ Bayer Vapi Private Limited કંપનીમાં Off-Site Mock-Drill યોજવામાં આવી હતી.
જેમાં કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ અંગે Bayer Vapi Private Limited કંપનીના Shailendra Vishput સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ મોકડ્રીલ કારખાનાઓમાં ઊભી થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્સી સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતા સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મામલતદાર, વાપી રૂરલ અને સીટી મામલતદાર, વાપી જીઆઇડીસી PI, ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગૃપના મેમ્બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય એમ.સી. ગોહિલ, વી.આઇ.એ.ના હોદ્દેદારો અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.