Friday, January 31News That Matters

‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયામાં વાપી GIDCના ઉદ્યોગકારોએ પણ તેમના એકમો આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ

વાપી, સરીગામ, ઉમરગામ GIDC માં અનેક ઉદ્યોગોનો કચરો ક્યાંક ને ક્યાંક કોઈ ભંગારીયાઓ ખુલ્લામાં ઠાલવી રોકડી કરી રહ્યા છે. તો, બીજો નકામો કચરો કંપનીઓની આસપાસ જ ગંદકી ફેલાવી રહ્યો છે. પર્યાવરણના દિવસે વૃક્ષારોપણ, યોગ દિવસે યોગાસન અને કંપનીના સ્થાપના દિવસ કે અન્ય વિશેષ દિવસે રક્તદાન કેમ્પ કરનારા ઔદ્યોગિક એકમોના સંચાલકો એ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં પણ જોડાવું જોઈએ. વાપી GIDC ના દરેક એકમની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરવા VIA, GPCB, નોઈફાઇડ, VGEL પણ પહેલ કરી શકે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ 17મી સપ્ટેમ્બર થી 31મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વાપી પાલિકામાં આ વર્ષે 17 સપ્ટેમ્બર થી લઈને 2જી ઓક્ટોબર સુધી સળંગ એક પખવાડિયાના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવ, સેલ્ફી પોઇન્ટ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છતા વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી અથવા મેરોથોન ઇવેન્ટ, સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ, હ્યુમન ચેન, સફાઈ મિત્ર, સુરક્ષા શિબિર, એક પેડ માટે નામ વૃક્ષારોપણ ઝુંબેશ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, ફેસ્ટ એવોર્ડ અને સન્માન સમારોહ વગેરે જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *