વાપીના જાણીતા ઉદ્યોગપતિ ભીકમચંદ પવનકુમાર બૈદ પરિવારના ગુલાબચંદ બૈદ ની સુપુત્રી નિકિતા બૈદે 15 દિવસની તપસ્યા કરી સોમવારે પારણા કર્યા હતાં. આ પ્રસંગે બૈદ પરિવાર અને તેરાપંથ સમાજના લોકો તેમજ ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી નિકિતાને આ કઠિન તપસ્યા પૂર્ણ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
નિકિતા બૈદની આ 15 દિવસની તપ અનુમોદના અંગે તેમણે જણાવ્યું હતું કે, આ તપસ્યાનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. એટલે તેમણે પણ આ કઠિન તપ અનુમોદના કરી છે. જેમાં સતત 15 દિવસ સુધીનો નિર્જળા ઉપવાસ હતો. માત્ર પાણી પી ને તપ અનુમોદના કરી છે. તેમના પરિવારમાંથી દર વર્ષે કોઈ એક સભ્ય આ તપસ્યા કરે છે. આ વર્ષે ગુરુજી પાસેથી પ્રેરણા લઈ તેમણે પણ આ તપ અનુમોદના કરી છે.
15 દિવસની આ તપ અનુમોદનામાં માતા-પિતા, પરિવારના સભ્યો સહિત તમામ લોકોએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. તેમના પ્રોત્સાહન થકી જ તે આ કઠિન તપસ્યા પૂરી કરી શકી છે. 15 દિવસ બાદ આજે પારણા કરતા ખૂબ જ ખુશી થઈ હતી.
નિકિતાને પારણા કરાવવા જૈન સમાજના નહિ પરંતુ અન્ય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે નિકિતાને પારણા કરાવી કઠિન તપ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, જૈન ધર્મમાં તપસ્યાનું એક અનેરૂ મહત્વ છે. જૈન ધર્મમાં આત્માની સુધીનો અને કર્મોની નિર્જળાને શુદ્ધ તપસ્યા માનવામાં આવે છે.