Friday, December 27News That Matters

દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જન પર પાબંધી ને લઈ, રાતા ખાડીએ ગણેશ વિસર્જન કરવા આવેલા ભક્તોએ વેઠી પારાવાર મુશ્કેલી, ટ્રાફિક જામ, ખાડીમાં ગંદકી, સુરક્ષાનો અભાવ જોઈ કાઢ્યો બળાપો…!

વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ GIDC વિસ્તારમાં ગણેશ ભક્તોએ દોઢ દિવસના ગણેશજીની સ્થાપના કરી રવિવારે દમણગંગા નદી પર વિસર્જન કરવા આવ્યાં હતાં. જેઓએ વીલા મોઢે પરત ફરી રાતા ખાડી પર વિસર્જન કરવા જવું પડ્યું હતું. જ્યાં ટ્રાફિક જામની અને ખાડી પર કોઈ જ પ્રકારની સુરક્ષા કે, સ્વચ્છતા નહીં જોતા અનેક ભક્તોએ જીવન જોખમે ગણેશજીની પ્રતિમાઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કર્યું હતું. ભક્તોએ તંત્રની બેદરકારીને લઈ આક્રોશ સાથે બળાપો કાઢ્યો હતો.વાપીમાં દર વર્ષે ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વખતે GIDCની 3 કિલોમીટર લાંબી વરસાદી પાણીના ગટરનું કામ ચાલુ હોય દમણગંગા નદી પર નદીમાં ઉતરવા બનાવેલ પગથીયા તોડી નાખ્યા છે. જેના સ્થાને હાલમાં નવા પગથીયા બનાવવાનું કામકાજ કોન્ટ્રકટરને સોંપ્યું છે. જેના દ્વારા સમયસર કામ પૂર્ણ નહિ થતા ગણેશ ચુતુર્થી બાદ ગણેશ મૂર્તિના વિસર્જન માટે દમણગંગા નદી પર એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો હતો.જો કે, આ જાહેરનામા અંગે મોટાભાગના ગણેશ ભક્તો અજાણ રહેતા તેઓ સૌ પ્રથમ દમણગંગા ઘાટ પર દોઢ દિવસના ગણેશજીનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. જ્યાં પ્રતિબંધ હોય પોલીસે તમને રાતા ખાડી પર મોકલ્યા હતાં. રાતા ખાડી પર પહોંચતા મોટાભાગના ગણેશ ભક્તો ટ્રાફિક જામમાં ફસાયા હતાં. જેમાંથી નીકળી રાતા ખાડી પર પહોંચ્યા તો, ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈ કોઇ જ યોગ્ય વ્યવસ્થા ના હોય નિરાશ થયા હતાં.ભક્તોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, અહીં સુરક્ષાને લઈ એકલ દોકલ પોલીસ સિવાય ફાયરની એકપણ ટીમ નથી. મૂર્તિના વિસર્જન સ્થળે ઓવારો બનાવ્યો છે. જેના પર એટલું કિચ્ચડ છે કે, લોકો સ્લીપ થઈ રહ્યા છે. મૂર્તિનું વિસર્જન કરવા પણ જાતે નદીના પ્રવાહમાં ઉતરવું પડે છે. જેને કારણે અનેક ગણેશ ભક્તો તણાઈ જવાનો ડર મહેસુસ કરી રહ્યા છે. જ્યારે, દમણગંગા નદી કિનારે ગણેશ પ્રતિમાના વિસર્જન વખતે ખૂબ જ સારી વ્યવસ્થા હતી. પોલીસ, ફાયરની ટીમ ખડેપગે રહેતી હતી. અને મૂર્તિનું વિસર્જન પણ ફાયરની ટીમ દ્વારા જ કરવામાં આવતું હતું. સ્વચ્છતા ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું.ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકમાં એકથી દોઢ કલાકનો સમય બગાડી રાતા ખાડી પર આવેલા ભક્તોએ ખાડી પરની વ્યવસ્થાને લઈ આક્રોશ ઠાલવ્યો હતો. પરંતુ બાપાનું વિસર્જન તો કરવું જ પડે તેમ હોય બાપાના અંતિમ દર્શન કરવા સાથે ભક્તિભાવ પૂર્વક આરતી ઉતારી હતી. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગજાવ્યા હતાં. Dj ના તાલે રાસ ગરબા રમ્યા હતાં. અને તે બાદ જીવના જોખમે બાપાની પ્રતિમાનું નદીના પ્રવાહમાં વિસર્જન કરી પૂન્ઢચ્યા વર્ષી લવકર્યા સાથે આજીજી કરતી. આ યાદગાર પળોને મોબાઈલ કેમેરામાં કેદ કરી અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *