Thursday, December 26News That Matters

વાપીમાં શિક્ષક દિન નિમિત્તે યોજાઇ મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 ઇવેન્ટ, શાળા-કોલેજમાંથી પસંદગી પામેલ પ્રતિભાશાળી વક્તાઓને એવોર્ડ આપી સન્માનિત કર્યા

દર વર્ષની 5મી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક એવા સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવમાં આવે છે. જેને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓમાં રહેલી વક્તા તરીકેની પ્રતિભા ને બિરદાવવા વાપીમાં મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 કોમ્પિટિશન ઇવેન્ટ યોજાઇ હતી. ઇવેન્ટમાં શાળા-કોલેજના 17 પ્રતિભાશાળી વક્તાઓ વચ્ચે વક્તવ્યની સ્પર્ધા યોજી હતી. જેમાંથી બેસ્ટ વક્તાની પસંદગી કરી તેમને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.વાપીમાં ચલા ખાતે આવેલ મેરિલ એકેડમિના તક્ષશિલા ઓડિટોરિયમ માં મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 વક્તવ્ય કોમ્પિટિશનના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. Alchemy આયોજિત અને ટ્વીન સીટી ક્લિનિક, મનોવિકાસ બાલસેવા, સવિશંક ફાઉન્ડેશન પ્રેરિત એવોર્ડ સેરેમનીમાં મુખ્ય અતિથિ કપરાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, માનવંતા મહેમાનમાં DEO ડૉ. રાજેશ ટંડેલ, ડૉ. મોહન દેવ, ભરતી સુમરીયા, લાવણ્યા પટેલના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિજેતાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.આ એવોર્ડ સેરેમની અંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે,  દર વર્ષે 5મી સપ્ટેમ્બરે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસને ટીચર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ મહાન શિક્ષક ગુરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના ઉદેશથી છેલ્લા 2 વર્ષથી તેમની સંસ્થા બેસ્ટ વક્તાની શોધ સ્પર્ધાનું આયોજન કરે છે. મેગા સ્ટુડન્ટ ટીચર્સ એવોર્ડના બેનર હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં કુલ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. જે માટે વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણની 50 શાળા અને 10કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓ માંથી 17 વિદ્યાર્થીઓની બેસ્ટ વક્તા તરીકે પસંદગી કરવામાં આવી હતી. કેટેગરી મુજબ ધોરણ 8 થી 10 ફર્સ્ટ કેટેગરી, ધોરણ 11 અને 12 સેંકન્ડ કેટેગરી, કોલેજના વિદ્યાર્થીઓને 3rd કેટેગરી મુજબ તારવવામાં આવ્યાં હતાં. જેમની વચ્ચે 1લી સપ્ટેમ્બરે વક્તવ્ય કોમ્પિટિશનના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રાન્ડ ફીનાલેમાં બેસ્ટ વક્તાની પસંદગી માટે આઠ જજની પેનલને જવાબદારી સોંપી હતી જેમના દ્વારા ત્રણ કેટેગરી મુજબ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. જેમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.ધોરણ આઠ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સામેલ કરી આયોજિત આ વક્તવ્ય સ્પર્ધા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓથી વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભા ને એક યોગ્ય પ્લેટફોર્મ મળે છે. દરેક વિદ્યાર્થી ભવિષ્યમાં આગળ વધી શકે છે. અને તેમની પ્રતિભા થકી દેશનું નામ રોશન કરી શકે છે. એટલે આ સ્પર્ધા પાછળ રહેલો ઉદ્દેશ્ય અભિનંદનને પાત્ર પાત્ર છે. આ Oratori કોમ્પિટિશન માં વિશેષ ઉપસ્થિત રહેલ કપરાડા વિધાસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સંસ્થાના પ્રયાસથી દેશને સારા પ્રતિભાશાળી યુવાનો મળશે તે બદલ અભિનંદન પાઠવ્યા હતાં. લાવણ્યા પટેલે પણ તમામ વિજેતા વક્તાઓને અભિનંદન પાઠવવા સાથે આ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં મદદરૂપ થનાર તેમના શિક્ષકોને પણ બિરદાવ્યા હતાં. અને શિક્ષક દિન નિમિત્તે દરેક ગુરુની આ મહેનતને વખાણી શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *