Department of Health and Family Welfare વિભાગે દુર્લભ રોગો ધરાવતા દર્દીઓની સારવાર માટેનું ભંડોળ એકત્ર કરવા અને National Policy for Rare Diseases 2021 અનુસાર સ્વૈચ્છિક દાન/ Donations આપવા માટે એક ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. આ Digital Portal https://rarediseases.nhp.gov.in/ પર ઉપલબ્ધ છે.
Department of Pharmaceuticals દ્વારા ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રોડક્ટ સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો અમલ શરૂ કર્યો છે. આ યોજના દુર્લભ રોગો માટે દવાઓ સહિત વિવિધ ઉત્પાદન કેટેગરીના domestic manufacturing માટે પસંદ કરેલા ઉત્પાદકોને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે છે. યોજના માટેની માર્ગદર્શિકા ટેબ ‘યોજનાઓ’ હેઠળ ફાર્માસ્યુટિકલ્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
રાજ્યસભામાં Minister of State (Health and Family Welfare), ડૉ. ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.