Friday, January 31News That Matters

દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાઈ 

દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસીની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ પારડી દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી. પારડી તાલુકામાં સૌ પ્રથમ વખત આદીવાસી સમાજની જનજાગૃતિ રેલી બંગલા ફળિયા, તીઘરા ગામથી કાઢવામાં આવી હતી. આ રેલી શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ પ્રકૃતિ પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આદિવાસી સમાજ ના આગેવાન કપિલભાઈ હળપતિ (કિલ્લા-પારડી), જીતેશભાઈ હળપતિ (તીઘરા), ગીરીશભાઈ શુકકરભાઈ પટેલ (ઓરવાડ), સંજયભાઈ વાડીયા (ઓરવાડ), સતીષભાઈ પટેલ (ડુંગળી), બિપિનભાઈ પટેલ (કિલ્લા-પારડી) દ્વારા આદીવાસી ફલેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ઉદવાડા ઝંડા ચોક આગળ થી ઉદવાડા સ્ટેશન થઈ મોતીવાડા હાઈવે થી કિલ્લા-પારડી મૂકામે પારડી પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે માલ્યા અર્પણ કરી પારડી ચાર રસ્તા થી કિલ્લા-પારડી જુના બસ સ્ટેન્ડ નજીક ક્રાંતિકારી ભગવાન બિરસામુંડા સર્કલ પાસે સભામાં પરિવર્તન પામી હતી.  આજની આદિવાસી રેલી એ માટે પણ મહત્વની કહી શકાય કે પારડી તાલુકામાં ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રથમ વાર આ મુજબ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. હવે સમસ્ત આદિવાસી સમાજ, પારડી દર વર્ષે ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસે ભવ્ય રેલી નું આયોજન કરશે.

આ રેલી સફળ બનાવવા માટે આદિવાસી મહિલા બહેનો તેમજ આદિવાસી યુવાનો નું અમુલ્ય યોગદાન રહ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમ માં પારડી તાલુકા પંચાયત ના વિરોધપક્ષના નેતા કાંતિભાઈ પટેલ, આદિવાસી સમાજ ના આગેવાન જયંતિભાઈ કે. પટેલ (ગોઈમા), ભરતભાઈ પટેલ (ટુકવાડા), ધર્મેશભાઈ નાયકા (મોતીવાડા), નાનુભાઈ નાયકા (ઉમરસાડી), સુમનભાઈ માહ્યાવંશી (ઉપ પ્રમુખશ્રી ભીલ ફેડરેશન ઓફ ઈન્ડિયા) એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *