Friday, January 31News That Matters

સેલવાસ ના નરોલીમાં પુષ્પક બારમાં થયેલ સંજાણ ના યુવકની હત્યા પ્રકરણમાં સામેલ 11 આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

સેલવાસના નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી પછી થયેલા મર્ડર કેસમાં સેલવાસ પોલીસે 11 આરોપીને ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 11 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.આ કેસમાં દાદરા નગર હવેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3(5) લગાવી હતી. આ કેસમાં પોલીસે 11 આરોપીને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરી હતી આ દરમિયાન 11 આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીમાં સંદીપ રાજુ ઉં. વ 32 વર્ષ મૂળ રહે. યુપી, દિપક કુમાર ઉ.વ 18 વર્ષ મૂળ રહે. યુપી, સોમનાથ કુમાર ઉ.વ 22 વર્ષ મૂળ રહે. નેપાળ, અનિલ વર્મા ઉં.વ 24 વર્ષ મૂળ રહે. યુપી, મહેન્દ્ર યાદવ ઉ.વ 28 વર્ષ મૂળ રહે નેપાળ, પવન ઉં.વ 35 વર્ષ મૂળ રહે. ઉત્તરાખંડ, સંદીપ કુમાર ઉ.વ 34 વર્ષ મૂળ રહે યુપી, હેમંત કુમાર ચૌધરી ઉ.વ 31 વર્ષ મૂળ રહે નેપાળ, રાજકુમાર યાદવ ઉ.વ 26 વર્ષ મૂળ રહે.નેપાળ, સુજીત હળદર ઉ.વ 26 વર્ષ મૂળ રહે પશ્ચિમ બંગાળ, સાગર ગુરૂગ ઉ.વ 24 વર્ષ મૂળવરહે નેપાળ સામેલ છે.

બાર માં વલસાડ જિલ્લાના સંજાણના 5 જેટલા મિત્રો જમવા અને બિયર પીવા આવ્યા હતાં. જે દરમ્યાન જમવાની બાબતને લઈને ગ્રાહકો અને વેઇટરો વચ્ચે થયેલ બાબલમાં વેઇટરોએ ગ્રાહકોને માર માર્યો હતો. અને સંદીપ ધોડી નામના ઇસમના પેટમાં બિયરની બોટલ ઘુસાડી દીધી હતી. જેમાં તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ સેલવાસ પોલીસે હત્યામાં સામેલ વેઇટરોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી સેલવાસ પોલીસને 20 જુલાઈ સુધીના રિમાન્ડ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મામલે ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ રાજકારણ શરૂ થયું છે. વલસાડ-ડાંગના ભાજપી સાંસદ ધવલ પટેલે મૃતક પરિવારને સાંત્વના પાઠવી ન્યાય અપાવવાની વાત કરતા કોંગ્રેસના નેતા અનંત પટેલે પણ મૃતકના પરિવારને ન્યાય આપવા, 50 હાજરની સહાય કરવાની માંગ સાથે સંજાણ બંધનું એલાન આપ્યું હતું. જેના ફિયાસ્કા બાદ ફરી ભાજપ સાંસદે મૃતકના પરિવાર જનોને રૂબરૂ મળવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *