Friday, January 31News That Matters

નાની દમણમાં ‘Styles N Smiles’ ના મુમતાજ પરેરા દ્વારા ફેમિલી સલૂનની નવી શાખાનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉદ્ઘાટન

દમણમાં પોતાની સુંદરતામાં નિખાર લાવવા બ્યુટી પાર્લરમાં જતા શોખીનોની પ્રથમ પસંદગી બનેલા Styles N Smiles હેર એન્ડ બ્યુટી ફેમિલી સલૂનની ગુરુવારે નાની દમણમાં આવેલ તીન બત્તી ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.છેલ્લા 7 વર્ષથી મોટી દમણમાં hair, skin, makeup, nail art માટે જાણીતા Styles N Smiles ફેમિલી સલૂનના સંચાલક મુમતાઝ પરેરા દ્વારા નાની દમણમાં તીન બત્તી ખાતે સલૂનની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણ-દીવ સાંસદના ધર્મપત્ની તેમની દીકરી, રાજકીય આગેવાન વિશાલ ટંડેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણીયા તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે સલૂનના સંચાલક મુમતાઝ પરેરા સહિત તેમના પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતાં. કોઈપણ નેશનલ બ્રાન્ડ ને બદલે પોતાની ઉત્તમ સેવા સાથે આગવું નામ ધરાવનાર Styles N Smiles સલૂન પરેરા ફેમિલીની પોતીકી બ્રાન્ડ છે. જે છેલ્લા 7 વર્ષથી બ્યુટીપાર્લર વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમના મોટી દમણ સ્થિતિ સલૂનની દેશના જાણીતા હેર સ્ટાઇલિશ જાવેદ હબીબે પણ મુલાકાત લીધી હતી. અને તેની ઉપસ્થિતિમાં આ વ્યવસાયના શોખીનોને માસ્ટર કલાસ કરાવ્યા હતાં. માત્ર દમણમાં જ 2 શાખા ધરાવતા Styles N Smiles ફેમિલી સલૂન હેર એન્ડ બ્યુટી દમણના ગ્રાહકોની પ્રથમ પસંદ છે. પરેરા ફેમિલી માટે આજ નો દિવસ નવી શાખાના ઉદ્ઘાટન સાથે ખૂબ જ આનંદ નો દિવસ હતો. 7 વર્ષ પહેલાં આ સલૂનની પ્રથમ શાખા મોટી દમણમાં શરૂ કરવામાં આવી કરી હતી. જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. એવો જ સહકાર આગામી વર્ષોમાં આ નવી શાખાને પણ અવિરત મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ સલૂનમાં હેર કટિંગ, સ્કિન કેર, મેક અપ, નેઇલ આર્ટ જેવી સેવા પૂરી પાડવામાં આવે છે. આ એક ફેમિલી સલૂન છે. જેમાં આ વ્યવસાયમાં આગળ વધવા માંગતા યુવાનોને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *